ઉત્ક્રાંતિવાદનો છેદ ઉડાવતી થિયરી
વિજ્ઞાનનાં ક્ષેત્રમાં જે કેટલીક થિયરીઓ વધારે ચર્ચાસ્પદ બની છે તેમાં ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરીએ સૌથી વધારે ચર્ચા જગાવી છે.આ થિયરીમાં એવું પ્રસ્થાપિત કરાયું હતું કે માનવી ધીરે ધીરે તેના માનવીય સ્વરૂપને પામ્યો છે અને તેમ થવામાં કરોડો વર્ષ લાગ્યા હતા.ડાર્વિને આ થિયરી આપી ત્યારથી તેનો વિરોધ થયો હતો.ડેવિડ અને વોલેસે પોતાના આ વાદને પ્રસ્થાપિત કરવામાં નેચરલ સિલકશનની થિયરી વિકસાવી હતી જેનો હંમેશથી વિરોધ થતો આવ્યો છે.
ગુરૂત્વાકર્ષણની થિયરી હોય કે ગ્રહોની ગતિની થિયરી હોય કોપરનિકસ, ન્યુટન અને કેપ્લરે તેને પ્રસ્થાપિત કરવા માટે ખાસ્સી મથામણ કરી હતી તે માટે તેમણે વર્ષો સુધી ડેટા એકત્ર કર્યો હતો.વિજ્ઞાનનાં વિશ્વમાં એ સદાયથી મનાતું આવ્યું છે કે કોઇપણ થિયરી કયારેય પત્થર પરની લકીર હોતી નથી તેમાં સુધારા વધારા થતા હોય છે અને ક્યારેક તો તેને સંપુર્ણપણે બદલવામાં પણ આવી છે કારણકે તે થિયરી જ્યારે પ્રસ્થાપિત કરાઇ હતી ત્યારે અને ત્યારબાદની પરિસ્થિતિઓ અને સંશોધનને કારણે તેમાં ફેરફાર થવાનું શક્ય બન્યું હતું.આ જ બન્યું છે ઉત્ક્રાંતિવાદ સાથે આજની ટેકનોલોજી અને સંશોધને એ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે કે તે માત્ર એક થિયરી હતી.
થિયરીઓને પુરવાર કરવા માટે હંમેશા ફોસિલ્સનો ઉપયોગ કરાતો હોય છે જે જમીનની પેટાળમાંથી મળતા હોય છે પણ આ થિયરી મામલે એવું થયું છે કે ફોસિલનો રેકોર્ડ સંપુર્ણ ન હતો.ફોસિલ બનવા માટે સમયની સાથોસાથ પરિસ્થિતિ પણ મહત્વપુર્ણ હોય છે જો યોગ્ય પરિસ્થિતિ ન હોય તો ફોસિલ બની શકતા નથી આથી એ ગેરન્ટી કોઇ આપી શકતું નથી કે જે કંકાલ કે ફોસિલ્સ માનવીને મળ્યા હતા તે લાખ્ખો વર્ષથી સચવાયેલા પડ્યા હતા.ઉત્ક્રાંતિને પુરવાર કરનારા ફોસિલ્સની સંખ્યા પણ મર્યાદિત હતી.સમયાંતરે નવા નવા ઓર્ગેનિઝમ મળતા આવ્યા છે જે નવા ઉત્તરો તો આપે છે સાથોસાથ નવા પ્રશ્નોને પણ જન્મ આપે છે.આથી ઉત્ક્રાંતિનો વિરોધ કરનારા પણ જે ગેપ છે તેને આગળ ધરીને તેને માનવાનો ઇન્કાર કરે છે.ફયુચર્મા નામની એક એનિમેટેડ શ્રેણીમાં એ દર્શાવાયું છે કે દરેક સમયે નવી નવી જાતિઓનો જન્મ થયો છે જે પેલી ગેપને પુરવા માટે સક્ષમ હતી.
૧૯૭૩માં એકટ એન્ડ ફેક્ટસમાં એક લેખ પ્રસિદ્ધ થયો હતો જેમાં એ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થયો હતો કે મેથેમેટિકલી રીતે ઉત્ક્રાંતિને અશક્ય પુરવાર કરી શકાય તેમ છે.જો કે આ લેખ એટલો ખ્યાતિ પામ્યો ન હતો પણ તેમાં બાઇબલની ક્રિએશનની થિયરીને આગળ કરાઇ હતી.જો કે આ લેખનાં લેખક હેન્રી એમ મોરીસ પોતે પણ આ થિયરીને એટલી સારી રીતે સમજી શક્યા ન હતા.એક કોષીય જીવમાંથી માનવીની ઉત્ક્રાંતિને નકારવાનો પ્રયાસ કરાયો હતો.કોઇપણ વાદ કે થિયરીને પુરવાર કરવા માટે નિરીક્ષણ સૌથી મહત્વપુર્ણ બાબત છે કારણકે તે દ્વારા જ તમે કોઇ પણ બાબતને પ્રસ્થાપિત કરી શકો છે પણ ઉત્ક્રાંતિનાં મામલે એવું થઇ શક્યુ નથી એટલે તેને પ્રયોગશાળામાં પણ ટેસ્ટ કરી શકાઇ નથી.ઉત્ક્રાંતિને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ તો થયો હતો પણ એ વાત માત્ર એક ટાપુ પરની પ્રજાતિઓને ધ્યાનમાં રાખીને કરાયો હતો તેને આખી માનવજાત કે ધરતી પરની પ્રજાતિઓ પર કેવી રીતે લાગુ કરી શકાય તેવો પ્રશ્ન ત્યારે પણ ઉઠ્યો હતો અને આજે પણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.આ પ્રકારનાં પ્રશ્નોને કારણે જ માઇક્રો ઇવોલ્યુશન અને મેક્રોઇવોલ્યુશન જેવા વાદનો જન્મ થયો હતો.મેક્રોઇવોલ્યુશન ફોસિલ રેકોર્ડને આધારે નિરીક્ષણ કરી શકાય તેમ છે પણ તેમાં લાંબો સમય લાગે છે.માઇક્રો ઇવોલ્યુશનમાં પ્રજાતિનાં રંગસુત્રોનાં પરિવર્તનને આધારે કોઇ વાત પુરવાર કરવાનો પ્રયાસ કરાય છે પણ તે વાત ટુંકાગાળા પુરતી મર્યાદિત છે.કીડાઓનું જીવન બહુ ટુંકાગાળાનું હોય છે આથી તેમને નિરીક્ષણ કરીને એ વાત પુરવાર થઇ શકે છે કે તેઓએ કઇ રીતે પેસ્ટીસાઇડસનો સામનો કરવાનું તંત્ર વિકસાવી લીધુ હતું અને તેમનાં ડીએનએમાં કેવું પરિવર્તન થયું હતું.આમ થવાને કારણે જ કીડાઓ પેસ્ટીસાઇડસનો સામનો કરવા માટે સક્ષમ બને છે.
થર્મોડાયનામિકસનાં બીજા લૉમાં કહેવાયું છે કે સમગ્ર બ્રહ્માંડ એક એકાંતિક તંત્ર ધરાવે છે અને તે સમયાનુસાર વિકસિત થાય છે તેમાં એ પણ કહેવાયું છે કે આ પરિવર્તન કયારેય નકારાત્મક હોતા નથી.જો કે આ સિદ્ધાંતનો જ્યારે ઉત્ક્રાંતિને નકારવામાં ઉપયોગ થાય છે ત્યારે એ વાત સમજાય છે કે તેઓ આ સિદ્ધાંતને જ મુળ રીતે સમજી શક્યા નથી.દલીલોમાં કહેવાય છે કે જીવંત કોષ રસાયણમાંથી જન્મ પામ્યા નથી અને બહુકોષીય જીવન પ્રોટોજોઆમાંથી તેની જટિલતાને કારણે ઉત્ક્રાંત થયું નથી.આ જ પ્રકારની ગેરસમજ સ્નોફલેકસમાં પણ લાગુ કરવાનો પ્રયાસ થાય છે જે પોતે એક જટિલ તંત્ર ધરાવે છે.પણ એ વાત સમજવા જેવી છે કે આપણી પૃથ્વી એ પ્રતિબંધિત સિસ્ટમ ધરાવતી નથી તેના પર સુર્યનાં કિરણો અસર કરનાર પરિબળ છે જે જીવનને વિકસાવે છે.આ સુર્યનાં કિરણો જ અહી સંતુલન સાધનાર પરિબળ બની રહે છે આથી થર્મોડાયનામિકસનાં સિદ્ધાંતોને ઇવોલ્યુશનને નકારવા માટે કે તેને પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય નહી.
જો કે એ હકીકત છે કે માનવી વાનરમાંથી ઉત્ક્રાંત થઇને આજનું સ્વરૂપ પામ્યો છે તે થિયરીને એક નહી ઘણાં વૈજ્ઞાનિકોએ સ્વીકારી નથી.જો કે એ વાત પણ છે કે જો કોઇ પ્રોડકટને પાંચમાંથી ચાર લોકો નકારે તો તેને એંસી ટકા સમર્થન કહી શકાય અને તેના આધારે તે પ્રોડકટ નકામી છે તેમ પુરવાર થાય ખરૂ એ પ્રશ્ન છે.થોડા સમય પહેલા આ મામલે એક સર્વે થયો હતો જેમાં ૪૬ ટકા લોકોએ ઉત્ક્રાંતિનો સ્વીકાર કર્યો હતો જ્યારે ૫૨ ટકા લોકોએ તેનો અસ્વીકાર કર્યો હતો.આમ આ જે સ્વીકાર અને અસ્વીકારનો આંકડો છે તે બહુ મોટો તફાવત ધરાવતો નથી તેવામાં કોઇપણ થિયરીને પ્રસ્થાપિત કરવા કે તેને નકારવામાં કેટલા લોકો તેની સાથે ઉભા છે કે તેની વિરૂદ્ધમાં છે તે મહત્વપુર્ણ નથી કારણકે વિજ્ઞાન એ કોઇ પોપ્યુલારિટી કોન્ટેસ્ટ નથી.
ઉત્ક્રાંતિનો વિષય જીવન કઇ રીતે પરિવર્તન પામ્યું એ છે પણ તેણે ક્યારેય આ જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિષે ચર્ચા કરી નથી.જો કે મોટાભાગનાં લોકો જે ઇવોલ્યુશનરી થિયરીને સમજી શકયા નથી તે આ પ્રકારની દલીલો કરતા હોય છે.ઉત્ક્રાંતિમાં જીવનું સર્જન થયા બાદ તેમાં કેવા પ્રકારના પરિવર્તન થયા તે કહેવાય છે પણ પેલો પહેલો એકકોષીય જીવ કેવી રીતે સર્જન પામ્યો તે વિષે તે ક્યારેય ચર્ચા કરતું નથી.
ઉત્ક્રાંતિનો અસ્વીકાર કરનારા મોટાભાગે પ્રશ્ન કરે છે કે જો માનવી વાનરમાંથી ઉત્ક્રાંત થયો છે તો વાનરો કેમ અસ્તિવ ધરાવે છે તે પણ કેમ માનવીમાં ઉત્ક્રાંત થયા નથી.માનવી હોમિનડ પ્રકારનું પ્રાણી છે જે એપ્સની પ્રજાતિ જેવો જ પરિવાર ધરાવે છે.આ પ્રકારની ખાસિયતો આમ તો ચિમ્પાંઝી, ઓરાંગઉટાંગ, ગોરિલ્લા અને બોનોબો પ્રજાતિનાં વાનર ધરાવે છે.આમ તો માનવીનો નજીકનો સાથીદાર ચિમ્પાંઝી છે જે તેની ઘણી ખાસિયતો ધરાવે છે.જો કે તેમ છતાં બંનેમાં ખાસ્સો તફાવત પણ છે કારણકે ચિમ્પાંઝી અને માનવી એક નથી તેવામાં એ કહેવાય છે કે આ બંને વચ્ચેની કડીનું અસ્તિત્વ ૨૫ મિલિયન વર્ષ પહેલા ધરાવતું હતું જે આ બંનેને જોડવાનું કામ કરતું હતું અને તે જ માનવી અને વાનર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરનાર પ્રજાતિ હતી.જો કે આ માત્ર એક થિયરી છે જેને પુરવાર કરી શકાઇ નથી.ન્યુઝીલેન્ડનાં રે કોમ્ફોર્ટ જાણીતા ક્રિએશનીસ્ટ અને ટેલિવેન્જેલિસ્ટ છે.જેમણે એકવાર ઇન્ટેલિજન્ટ ડિઝાઇનની થિયરીને પ્રસ્થાપિત કરવા માટે કેળાનો ઉપયોગ કર્યો હતો.તેમણે એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેળુ અને હાથ એકબીજા માટે જ બન્યા છે.તેમનું કહેવું હતું કે માનવીનાં હાથની રચના કેળાને પકડવા માટે જ કરાઇ છે.તેમણે એ પણ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેળાને પ્રકૃતિએ જ માનવીને ખાવા માટે યોગ્ય બને તેવો પ્રયાસ કર્યો છે.તેમ કરીને તેમણે ઉત્ક્રાંતિનો ઇનકાર કરીને પરમાત્માનાં અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેમની આ થિયરી ઘણાં ઝોલ ધરાવે છે કારણકે કેળાની અનેક પ્રજાતિઓ છે જેમાં જંગલી કેળામાં તો બિયા પણ હોય છે અને તેનો સ્વાદ પણ વિચિત્ર હોય છે.જો કે આ વાતનો સ્વીકાર તો કોમ્ફોર્ટે પોતે પણ કર્યો હતો કારણકે તેમણે જ કહ્યું છે કે તેમને એ વાતની જાણ ન હતી કે હાલનાં કેળા એ હાઇબ્રીડ કરીને ઉત્પાદિત કરાયા હતા.જો કે ક્રિએશનીસ્ટોનો તર્ક ઉત્ક્રાંતિનો અસ્વીકાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે પણ તે થિયરી બહુ લાંબી ટકી શકે તેમ નથી.તેમ છતાં તેઓ પોતાની ઇન્ટેલિજન્ટ ડિઝાઇનની થિયરીને બહુ મહત્વપુર્ણ ગણાવે છે.દુર્ભાગ્યપુર્ણ રીતે રે કોમ્ફોર્ટે ઉત્ક્રાંતિનો નકાર કરવામાં ફળનો ઉપયોગ કર્યો તે વાત માત્ર ફળ પુરતી સિમિત રહી ન હતી કોમ્ફોર્ટનો સાથ આપનાર એક અન્ય વ્યક્તિ હતા જેનું નામ છે કિર્ક કેમેરૂન જેમણે ટ્રાન્ઝીશનલ ફોસિલ્સનાં અસ્તિત્વનો ઇન્કાર કર્યો હતો.જો કે તેમાં તેમનો વાંક નથી કારણકે કોમ્ફોર્ટ અને કેમેરૂન બંને ઇવોલ્યુશનનાં સિદ્ધાંતને જ સમજી શક્યા નથી તેમણે તે માટે ક્રોકોડકની તસ્વીરનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે આ પ્રકારનાં પ્રાણીનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું.કેમેરૂને ફોકસ ન્યુઝમાં પોતાની આ વાત કરી હતી.જો કે ૨૦૦૩માં મગરની એક પ્રજાતિ મળી આવી હતી જે વિશાળ હતી અને તેનું માથુ બતકની ચાંચ જેવું હતુ જે ખરેખર ચાંચ ન હતી તેને સંશોધકોએ ડક ક્રોકોડાયલ નામ આપ્યું હતું.