~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
આ જગતમા જ્ઞાન જેવી પવિત્ર અને શુધ્ધ ચીજ જગતમા બીજી નથી. જ્ઞાન એજ મુક્તિદાતા છે, જ્ઞાન એજ જીવનની પુર્ણ સ્વતંત્રતા છે, અને જ્ઞાનમા સ્થિરતા એજ પુરે પુરી પુર્ણતાની માનવની સ્થિતિ છે,આવુ શુધ્ધ જ્ઞાન જીવનમા જ છુપાયેલ છે,આત્મામા જ છે, આત્મા જ જ્ઞાન સ્વરુપ છે.અને માનવ આત્મા સ્વરુપ છે એટલે કે જ્ઞાન મળેલુ જ છે, જ્ઞાન મેળવવાનુ નથી, તેને માત્ર અંતરમાથી ઉજાગર કરવાનુ છે,એટલે જ્ઞાનને ઉજાગર કરવા કોઇ જીવનમા પ્રક્રિયા હોઇ શકે જ નહી, પણ સ્થિર અને શુધ્ધ થવાનુ અને સ્વભાવમા સ્થિર થવાથી જ્ઞાન ઉજાગર થવુ તે જીવનમા બનતી એક સાવ જ સ્વાભાવિક ધટના જ હોય છે, જે ભગવાન બુધ્ધના જીવનમા ઘટી છે,આપણે ત્યા જ્ઞાનની પ્રાપ્તિને માટે વિવિધ પ્રકારની અનેક સાધના પધ્ધતિઓ છે,અને સાધના કરવામા આવે છે, સાધનાનો અર્થ એ છે, જે મળેલુ નથી, તે મેળવવા માટેની ક્રિયા,પુરુષાર્થ કરવો એનુ નામ સાધના, એટલે કે કાઇક નથી, તેને મેળવવુ આમ મેળવવા માટે કાઇક કરવુ, ક્રિયા કરવી, પુરુષાર્થ કરવો.આમ સાધના એટલે વાસના,ઇચ્છા કામના તૃષ્ણા વગેરેની પ્રાપ્તિ માટે કરવામા આવતો પુરુષાર્થ, અને પુરુષાર્થ એટલે ભવિષ્યમા દોડવુ છે અને ભવિષ્ય કદી કોઇને પણ આજ સુધી હાથમા આવ્યુ જ નથી, જે કાઇ છે. તે માત્રને માત્ર વર્તમાનમા જ છે, અને વર્તમાન જ માણસના હાથમા છે,પણ તેમા તે કદી માણસ સ્થિર હોતો જ નથી, તેતો નિરંતર ભુતકાળને વાગોળતો હોય છે, અથવા તો ભવિષ્ય કાળના સ્વપ્નોમા તલ્લીન હોય છે,રમણ કરતો હોય છે,અને જુદ જુદા ધોડા ઘડતો હોય છે, જેથી વર્તમાનમા જીવવાનુ ભુલી જાય છે, આમ દોડ ચાલુ જ રહે છે, વર્તમાનમા સ્થિર થવાતુ જ નથી. જેથી મનમા નિરંતર સતત તનાવ રહેજ જ છે, એટલે જ કોઇપણ સાધના, પુરુષાર્થ અને કર્મ એટલે તનાવગ્રસ્ત જીવન ,માણસ જ્યારે પુર્ણ રુપે નિષ્કામતામા, શુન્યતામા , પ્રજ્ઞામા , સ્વભાવમા, નિર્વિચારમા, આત્મામા સ્થિર થવુ,અમનની અવસ્થા એનુ નામ જ જ્ઞાન,જ્યારે જ્ઞાન તો માણસને મળેલુ જ છે,એટલે જ્ઞાન માટે પુરુષાર્થ કે સાધના કરવાની કોઇ જ જરુર જ નથી, માત્ર જે જ્ઞાનની વિસ્મૃતિ થઇ ગયેલ છે, તેની સ્મૃતિ જ કરવાની છે,તે માટે સ્વભાવમા સ્થિર જ થવાનુ છે, એટલે કે વર્તમાનમા જ સ્થિર થવાનુ છે, એટ્લે જ જ્ઞાન,માણસ જ્ઞાન વાન જ છે,માટે જ્ઞાન મેળવવા માટેની કોઇ સાધના હોય શકે જ નહી, તે સાંખ્યનો પાયાનો સિધ્ધાંત છે, વર્તમાનમા જાગૃતતા પુર્વક પરમ ચેતનામા અને સ્વભાવમા સ્થિર થાવ એટ્લે જ્ઞાન ઉજાગર જ છે,આજે જે જ્ઞાન માટે સાધનાઓ કરવાની જે દોડ છે, તે સાવજ નકામી છે,બેહુદી છે, જ્ઞાન માટે માત્ર ને માત્ર વર્તમાનમા સ્થિર જ થવાનુ છે, ને વર્તમાનમા પરમ ચેતના સાથે સ્થિર થાવ, એટલે જ્ઞાનમા સ્થિરતા છે,વર્તમાનમાં સ્થિર એટલે જ વિચારહિનતા, અમનની સ્થિતી ,નિર્વિચારતાની, શુન્યની સ્થિતી, ત્રિગુણાતીત અને પ્રજ્ઞા આ સ્થિતીમા જ પરમ આનંદ અને પરમ શાંતિ ઘટિત થાય છે, ઉપલબ્ધ થાય છે.માનવ જીવનમા પરમ આનંદ અને પરમ શાંતિ એજ જ્ઞાનની ધટના છે, પ્રાપ્તિ નથી, એટલુ જાણો અને વિવેકમા સ્થિર થઇને સમજો, કોઇનુ માની ને ચાલો નહી,જીવનમા કોઇનુ પણ માનીને ચાલ્યા એટલે ભય અને ભ્રમમા ફસાયા સમજો. આજા ફસાજાની આખી ટોળી ફસાવવાનુ જ કામ કરે છે, જો ફસાવ તો જ તેના લાભ લોભ અને સ્વાર્થની પુર્તિ થઇ શકે છે,આ વાસ્તવિક સત્ય છે,સાંખ્યની સ્પષ્ટ માન્યતા છે, કે આત્મ જ્ઞાન ક્યાય ખોવાયુ નથી, તેતો ઉપલબ્ધ જ છે, તેને પ્રાપ્ત કરવાનુ નથી, તે પ્રાપ્ત જ છે,કેવળ ને કેવળ ભુલાય ગયુ છે, એને માત્ર ને માત્ર સ્મૃતિમા લાવવાનુ છે, એટલા માટે વિવેક સાથેનો બોધ અને વિવેક સાથેની સમજ અને પરમ ચેતના પુર્વક્ની વિવેક સાથેની જાણકારી અને સમજ્દારી જ પુરતી છે,માનવે જ્ઞાન માટે કાઈ પણ કર્મ ક્રિયા કરવાની જરુર જ નથી,વર્તમાનમા પર્મ ચેતનામા સ્થીર થવાની જ જરુર છે,પણ માણસનુ મન વર્તમાનમા સ્થિર થવા રાજી નથી , કારણકે વર્તમાન એટ્લે મનનુ મૃત્યુ , મન મૃત્યુ થવા તૈયાર થતુ નથી,માણસનુ મન બહુ જ ચાલાક છે, જે માણસને નચાવ્યા જ કરે છે,અને મન જેમ નચાવે છે, તેમ માણસ નાચે છે, ને તનાવયુક્ત જીવન જીવે છે, તે જ અજ્ઞાન છે,આપણે સારી રીતે જાણીએ છીએ કે .બુધ્ધ ભગવાને છ વર્ષ સુધી ઉગ્રમા ઉગ્ર તપસ્યા કરી, સાધના કરી આ તપસ્યા અને સાધના સત્યને મેળવવા માટે હતી એટલે મન વાસનાગ્રસ્ત હતુ સત્યને મેળવવાની ઝંખના અને અભિપ્સા હતી તેને કારણે અંતે કાઇ પણ પ્રાપ્ત થયુ જ નહી,કારણ કે વાસનાગ્રસ્ત મન હતુ, તેને સત્યને પ્રાપ્ત કરવુ હતુ , જ્યારે કાઇ જ ન મળ્યુ ત્યારે કંટાળીને બધુ જ છોડી ને નિરજરા નદીને કિનારે ટોટલી સાવ જ નિરાશ થઇને સુઇ ગયા,ભગવાન બુધ્ધે જ્યારે શરીર મન બુદ્ધિથી પોતે સાવ જ મુક્ત થઈ ગયા,અલીપ્ત થઈ ગયા અને સાધના દ્વારા સત્યને મેળવવાની વાસના, કામના અભીપ્સા હતી તેનાથી સાવ જ મુક્ત થઈ ગયા, તેનાથી સાવ જ અલિપ્ત થઈ ગયા, ટોટલી ફ્રી થઈ ગયા તમામ આશા અપેક્ષા તૃષ્ણા વગેરેથી ટોટ્લી મુક્ત થઈ ગયા, આમ શુધ્ધ આત્મસ્થ થતા જ હ્રદયના તમામ પ્રકારના બંધનથી મુક્ત થયા એટલે કે સાવજ ખાલી થઇ ગયા કે તુર્તજ પોતે ભરાય ગયા ને તેમને અંતરમાથી જ બુધ્ધત્વ પ્રાપ્ત થયુ,બુધ્ધ ભગવાને પોતાનામા બુધ્ધત્વ ઉજાગર થયા પછી સ્પષ્ટ કહ્યુ કે મે કાઈ પણ નવુ મેળવેલ નથી. જે મારામા હતુ તેજ ઉજાગર થયુ છે,ભુલાઇ ગયેલુ તે પાછુ મળેલ છે , આ છે તેમના પોતાના શબ્દો એટલે જ્ઞાન મળતુ નથી, પણ ઉજાગર કરવાનુ હોય છે, તે સાબિત થાય છે.બુધ્ધ ભગવાન વર્ષો પછી જ્યારે પોતાની પત્નીને મળ્યા ત્યારે પત્ની કહ્યુ કે તમો ધરે રહીને સત્યને ન મેળવી શકત ત્યારે બુધ્ધ ભગવાન કહે છે, કે જરુર મેળવી શકત આ છે તેમના શબ્દો, શબ્દોનો સાર એટલો કે સત્ય મેળવવા માટે કોઇ સાધનાની પુરુષાર્થની ક્રિયાની જરુર નથી માત્ર ને માત્ર અક્રિયામા પરમ ચેતનાની જાગ્રુતતાપુર્વક સ્થિર જ થવાનુ છે, જગત ગુરુ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે, કે મોક્ષ અને જ્ઞાન કોઇ પણ પ્રકારની ક્રિયા, કર્મ કરવાથી સિધ્ધ થતા જ નથી એટલે કે મળતા જ નથી ,એટ્લે યોગથી, સાંખ્યથી, કર્મથી, વિદ્યાથી, જ્ઞાન પ્રાપ્ત થતુ જ નથી, માત્ર ને માત્ર બ્રહ્મ અને આત્માના એક્ત્વ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનની ઉપલબ્ધી એજ મોક્ષ છે, એમ કહે છે અને બ્રહ્મ અને આત્મા માત્રને માત્ર વર્તમાનમા જ જોડાયેલા હોય છે, એકત્વ થયેલા હોય છે, માટે વર્તમાનમા જ સ્થિર થાવ, તમારા પોતાના સ્વભાવમા, પ્રજ્ઞામા પરમ ચેતનાની જાગૃતતા પુર્વક સ્થિર થવુ એજ જ્ઞાન અને મોક્ષની ઉપલબ્ધિ છે,જ્યારે કૃષ્ણમુર્તિનો આખો સંદેશ સાંખ્યનો જ છે, તેઓ તેઓ કહે છે, કે તમારા પોતાનામા વર્તમાનમા જાગૃતતા પુર્વક સ્થિર થાવ, ત્યાજ બધુ ભંડારેલ છે, જે મળે જ છે,આમ માનવ માટે પરમ આનંદ અને પરમ શાંતિથી જીવવા માટે માત્ર વર્તમાન જ કાળ છે, અને વર્તમાન જ હાથમા છે, ભુતકાળ વહ્યો ગયો છે, જ્યારે ભવિષ્યકાળ આવેલો નથી, આવવાનો છે, માટે જે હાથમા છે, તે છે વર્તમાન કાળ તેમા જ પરમ ચેતનામા જાગૃતતા પુર્વક જીવવાથી આનંદ મળે છે. તેજ જીવન છે,જ્ઞાન માટે કોઇપણ જાતની ક્રિયા કરવાની જરુર જ નથી, કોઇપણ ક્રિયા કરો એટલે અહંકાર, ઇચ્છા,વાસના કામના વગેરેમા વૃદ્ધિ જ થવાની,અને અહંકાર વાસના વગેરે જ જીવનની અશુદ્ધિ અને અજ્ઞાન છે, એટલે જ સ્પષ્ટ કહુ છુ, કે ક્રિયા માત્ર બંધન છે,તેથી પુર્ણ રુપે પરમ ચેતનામા જાગૃતતા પુર્વક સ્થિર થઈને નિષ્કામતા, અનાસક્તતા ,કર્તૃત્વરહીતતા, પ્રજ્ઞામા, ત્રિગુણાતીતતામા સ્થિરતા એજ જ્ઞાનની ઉપલબ્ધિ છે, એજ મુક્તિ છે એટલે અક્રિયા એજ જ્ઞાન,આમ અક્રિયામા જ જ્ઞાન છુપાયેલ છે, કાઇ પણ ન કરવુ એજ ખાલી થઇ જવુ છે, અને ખાલી થવુ એજ ભરવાની પ્રક્રિયા છે, માટે ખાલી થાવ એટલે હુ થી મુક્ત થાવ છો અને અસ્તિત્વ સાથે એક થાવ છો, એજ જ્ઞાન.ખાલી વાસણમા જ કાઇક ભરી શકાય.ભરેલા વાસણમા કાઇ ભરી શકાય જ નહી , માટે ખાલી થાવ અને ભરાઇ જાવ, હુ પણુ છોડો અને અસ્તિત્વ સાથે એક થાવ એજ જ્ઞાન.જીવનમા શાસ્ત્રોનુ ગમે તેટલુ અધ્યયન કરો, ગમે તેટલી કથાઓ સાંભળો. સત્સંગોમા જાવ, સાધુ સંત મહાત્માની પગ ચંપી કરો, ધાર્મિક સ્થળે આંટા મારો, ક્રિયા કાંડો, કર્મ ક્રિયાઓ, હવનો, જપ, સાધુઓની પધરામણી કરો કે નામ લખીને નોટો ભરો તો પણ આત્મ જ્ઞાન કદી પણ પ્રાપ્ત થનાર જ નથી,કારણ કે આ વાસના કામના ગ્રસ્ત કર્મ છે. પુરુષાર્થ છે, જ્યા વાસના ઇચ્છા છે ત્યા જ્ઞાન નથી.આ બધી જ ક્રિયા છે,કાઇક મેળવવુ છે, જ્યા ક્રિયા છે, ત્યા બંધન છે, અક્રિયા એજ મુક્તી છે, એજ જ્ઞાનની અવસ્થા છે, આ સત્યને બરાબર શુધ્ધ મનથી વિવેક સાથે જાણી લેવા જેવુ છે, એટલે કોઇપણ પ્રકારની ક્રિયા એટલે તળીયા વિનાની ડોલથી કુવામાથી પાણી ખેચવાની પ્રવૃતિ જ છે.જીવનમા આત્મ જ્ઞાનની ઉપલબ્ધિ વિના અને જ્ઞાનને પોતાના જ અંતરમાથી ઉજાગર કર્યા વિના એટલે કે આંતરિક રીતે પુરેપુરા શુન્યમા,પુરેપુરી નિષ્કામતામા, વાસના, કામના અને અહંકાર રહીતતામા, પ્રજ્ઞામા સ્થિર થયા વિના, એટલે કે હુ નુ વિસર્જન કરી શુન્યમા સ્થિર થઈને પોતાની જાતમા સ્થિર થયા વિના કદી પણ જીવન અમૃતરૂપ થતુ જ નથી,એટલે કે માણસે પોતાના સ્વભાવમા સ્વધર્મમા, પ્રજ્ઞામા સ્થિરતા એજ જીવન અમૃતરૂપ જ છે, આમ માણસે પુરેપુરી શુન્યતા, નિષ્કામતામા સ્થિર થઈ નિર્ગ્રંથ થઈ પ્રજ્ઞામા સ્થિર થઈ અમૃતરૂપ બનવાનુ છે, જીવનનુ અમૃત ક્યાય જુદા બાહ્ય પ્રદેશમા નથી, કે સાધના કરવાથી મળી જાય, કોઇપણ પ્રકારની સાધનામા વાસના,કામના ઇચ્છા નિરંતર સાથે જ હોવાની,સાધના દ્વારા કાઇક મેળવવુ છે. તે માટેની દોડ હોય છે,પછી તે ભુતકાળમા કે ભવિષ્યકાળમા રમણ હોવુ તે દોડ જ છે અને જ્યા દોડ છે, ત્યા કદી કાઇ મળતુ જ નથી, આવી રીતે દોડતો માણસ વર્તમાનમા સ્થિર હોય શકે નહી, અને વર્તમાન કાળ જ અમૃતરૂપ છે, ત્યાજ પરમ શાંતિ અને આનંદ છે,અને પ્રજ્ઞાની સ્થિતી છે, પ્રજ્ઞા એજ જ્ઞાન વર્તમાન કાળ જ જીવવા જેવો કાળ છે, આ કાળમા સ્થિર થવાથી જ પરમ આનંદ અને પરમ શાંતી મળે છે, કારણ કે વર્તમાનમા સ્થીરતા છે, વર્તમાનમાં એટલે નિર્વિચારતાની સ્થિતી, શુન્યની અવસ્થા છે,પ્રજ્ઞાની સ્થિતી માટે જ પરમ આનંદની ઉપ્લબ્ધિ થાય છે, જીવનમા ખરેખર જ્ઞાન મેળવવાનુ નથી. તેતો મળેલુ જ છે,પ્રાપ્ત જ છે, આપણે જ્ઞાન સ્વરુપ જ છીએ, પ્રજ્ઞા આપણો સ્વભાવ છે, એટલે જ્ઞાન માત્રને માત્ર અંતરમાથી ઉજાગર કરવાનુ છે,એટલે તેમા કોઇપણ પ્રકારની દોડ કામ આવતી જ નથી,તેમાતો સ્વભાવમા સ્થિરતા અને શુધ્ધતા જ કામ આવે છે,જીવનમા જ્ઞાનતો પામવાનુ છે, અને પામવા માટે દોડ સાવ જ નકામી છે, તેના માટેતો પોતાના સ્વભાવમા પ્રજ્ઞામાજાગૃતિ પુર્વક સ્થિર થવુ જરુરી છે,અને આ માટે અંતરમા ખોદાણ કરવુ જરુરી બને છે,અને ખોદાણ કરવુ હોય ત્યારે સ્થિરતા જરૂરી છે.આપણે કુવાનુ ખોદાણ કામ કદી ચાલતા ચાલતા કરી શકતા નથી ,તેના માટે તો એક જગ્યાએ જ સ્થિર થઈને ખોદવુ પડે છે, તો મીઠુ મધુરુ પાણી મળે છે. તેમ અંતરમા આત્મામા સ્થિર થઈને જ્ઞાનને ખોદવુ પડે છે, તો જ જ્ઞાન ઉજાગર થાય છે, આ માટે સ્થીર અને શુન્ય થવુ જ જરુરી છે,જ્ઞાનતો અંતરમા જ છુપાયેલ છે, તેને અંતરમાથી એટલે કે આત્મામા સ્થિર થઇને ઉજાગર કરવુ પડે છે, આપણો આત્મા જ જ્ઞાન સ્વરુપ છે, એમા સ્થિર થઈને જીવન જીવવાનુ છે, આનુ નામ જ જ્ઞાન છે,જ્ઞાન પ્રાપ્ત કરવુ જરા પણ અધરુ નથી, સાવ જ સરળ છે,સહજ છે,અને સહેલુ છે, માત્ર ને માત્રપરમ ચેતનાની જાગૃતિ પુર્વક વિવેકમા સ્થિર થઈને સમજ કેળવવાની જરુર છે, માણસ ઘોડા પર સવાર થવા તૈયાર થાય એક પેગડા પર પગ મુકે અને બીજો પગ ઉપાડે એટલા જ સમયમા જ જ્ઞાન અંતરમાંથી ઉપલબ્ધ થઇ શકે છે, આના માટે માત્ર ને માત્ર પાત્રતા જ કેળવવી પડે છે,આ પાત્રતા એટલે શુન્ય થવુ, આ શુન્ય થવા માટે વાસના ઇચ્છા અપેક્ષા,તૃષ્ણા અહંકાર રાગ દ્વેષ અને દ્વેત વગેરેથી મુક્ત થવુ, એટલે કે તે બધાને મનમાથી સમજણ અને જાગૃતતા પુર્વક વિદાય આપવી અને અદ્વેતમા એકત્વમા સ્થિર થવુ, જરુરી છે, આનુ નામ છે, પાત્રતા,એટલે માણસે જીવનમા પરમ ચેતનામા જાગૃતતા પુર્વક સ્થિર થઈને છ્લાંગ મારવાની છે, અને છ્લાંગ મારી જીવનમા અને મનમા રહેલી બધી જ વૃતિ અને ભાવથી મુક્ત મુક્ત થવાનુ છે, અને પોતાના જ સ્વભાવમા અને પ્રજ્ઞામા સ્થિર થવાનુ છે આવી પાત્રતા કદી પણ બાહ્યાચારોથી પ્રાપ્ત થતી જ નથી,એટલુ શુધ્ધ અને સ્થિર મનથી જાણો, કોઇનુ પણ માનીને ચાલો જ નહી, શુધ્ધ અને સ્થિર મન અને બુધ્ધીથી જાણીને, વિવેક પુર્વક સમજીને સમજણ પુર્વક જીવનમા મનને શુધ્ધ અને સ્થીર કરીને જીવનમા આચરણ કરો અને સ્વભાવમા પરમ ચેતનામા સ્થિર થઇને પ્રજ્ઞામા સ્થિર થવુ એજ સત્ય ધર્મના આચરણનો પાયો છે.જ્યા પણ મનની હાજરી છે, ત્યા કશુ પણ પ્રાપ્ત થનાર નથી.કારણ કે મન ચંચળ છે,તે ભુત અને ભવિષ્યમા દોડવામા જ માને છે, ને દોડાવ્યા જ કરે છે, ને કાઇપણ પ્રાપ્ત કરી શક્તુ જ નથી, સિવાય તનાવ. આવા મનની ગેરહાજરી એટલે જ જ્ઞાનની ઉપલબ્ધી છે,મન જ્ઞાનની આડુ નિરંતર ઉભુ રહીને રોડા નાખે છે, વચ્ચે ઉભુ હોય છે, ઉટડુ બનીને તે જ્ઞાન ઉપલબ્ધ થવા દેતુ જ નથી, કારણ કે મન એટલે જ દોડ અને દોડ એટલે ભુત અને ભવિષ્ય એટ્લે જ તનાવ, અને તનાવ એટલે જ અજ્ઞાન છે,તનાવ મુક્ત જીવન એટ્લે વર્તમાનમા સ્થિરતા,વર્તમાન જ જીવવા યોગ્ય કાળ છે, વર્તમાનમા જ સ્થિરતા એજ જ્ઞાનની ઉપલબ્ધિ પરમ ચેતનામા જાગૃતતાપુર્વક વર્તમાનમા સ્થિરતા એનુ નામ જ જ્ઞાન,જ્યા સુધી માણસ પોતાની પરમ ચેતનામા અને વિવેકમા સ્થિર થઇને વાસના, ઇચ્છા વગેરે રહિત થતો નથી, અને પુરી નિષ્કામતા, અનાસક્તતા, નિર્ગ્રંથતા અને ત્રિગુણાતીતતા પ્રજ્ઞા પ્રાપ્ત કરતો નથી , ત્યા સુધી જીવનમા દોડ ચાલુ જ રહે છે,જ્યા સુધી દોડ છે, ત્યા સુધી જ્ઞાનની ઉપલબ્ધી નથી,આમ ઇચ્છા, વાસના વગેરે શુભ કે અશુભનો હોવાનો સવાલ નથી,શુભ કે અશુભ કોઇ પણ પ્રકારની વાસના એટલે જ દોડ છે, અને દોડ છે, ત્યા સુધી જ્ઞાનની ઉપલબ્ધી નથી, આ પાયાનુ સત્ય છે, જ્યા માણસ પોતાની વિવેક સાથેની પાત્રતા જ સાબીત કરતો જ નથી, ત્યા જ્ઞાન ક્યાથી ઉપલબ્ધ થાય,પાત્રતા એટલે મનના ભાવો અને વૃતિઓ અને વૃતિઓના રસોથી વિવેક સાથે મુક્ત થઈને સ્વભાવમા રહેવુ એજ જ્ઞાન,માણસને જ્યારે જ્ઞાનની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે કોઇપણ ભોગે જ્ઞાન ઉપલબ્ધ કરવા ઇચ્છે છે, અને પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુ થઇ અભિપ્સા કરે છે, ત્યારે જ તે વિવેક્મા સ્થિર થઈને અહંકાર, મન, વાસના, આસક્તિ વગેરેથી મુક્ત થાય છે, અને પુર્ણરુપે પરમ તત્વને સંપુર્ણ રીતે સમર્પિત થાય છે,અંતરથી પોતાના સત્યમા સ્થિર થઈને શરણાગતિનો સ્વિકાર કરે છે, એટલે કે શરીર મનના તમામ પ્રકારના ભાવોથી, વૃતિઓથી અને તેમના રસોથી મુક્ત થાય છે, આ સિધ્ધ થયુ એટલે જ જ્ઞાન.જ્ઞાન ને મેળવવા માટે શાસ્ત્રોના જ્ઞાનથી પણ મુક્ત થવુ પડે છે કારણકે શાસ્ત્રોનુ જ્ઞાન પણ અહંકારને પોષણ આપે છે, આમ તમામ પ્રકારના મનના બંધનોથી માણસ મુક્ત થાય છે, એટલે કે ગીતા જેને કહે છે ત્રીગુણાતીત અવસ્થા, મહાવીર કહે છે નિર્ગ્રંથ અવસ્થા, બુધ્ધ કહે છે, પ્રજ્ઞામા સ્થિર થવુ શબ્દો જુદા છે, મુળ શુન્ય થવુ છે, અમની થવુ છે,તૃષ્ણાથી મુક્ત થવુ છે, મન બુધ્ધી અને ઇંદ્રીયો અને તેના રસોથી ઉપર ઉઠી સમાધીની ઉપરની અવસ્થા પ્રજ્ઞામા સ્થિર થવુ છે, એજ જ્ઞાનની અવસ્થા છે,એનુ નામ જ જ્ઞાન છે,માણસે એટલુ સ્પષ્ટપણે જાણી લેવુ જરૂરી છે કે આત્મા શાશ્વત છે, જ્યારે શરીર અનિત્ય છે, જ્યા સુધી શુન્ય થવાની શરત જ પુરી ન કરો, અમની થાવ નહી સ્વભાવમા અને પોતાની જ પ્રજ્ઞામા સ્થિર થાવ નહી ત્યા સુધી જ્ઞાન ક્યાથી ઉપલબ્ધ થાય ,માણસે જીવનમા કોઇપણનુ માત્ર માનવાનુ નહી, પણ આત્મિક વિવેક સાથે જાણવુ, સમજવુ જરૂરી છે,એટલે જાણીને આત્મિક સમજણથી ચાલો આપણે આપણા જીવનમા પુરેપુરા વિવેકમા સ્થિર થઈને જાણી સમજીને વિવેક સાથેની સમજણથી શાંત ચિત્તે ચાલવુ તેજ ધર્મનુ આચરણ છે, અને આવા શુધ્ધ ધર્મનુ આચરણ જ જ્ઞાન સુધી પહોચાડે છે,એટલુ સ્પષ્ટ સમજી લેવુ જરુરી છે કે સત્ય અજ્ઞેય છે , અને અજ્ઞેય જ રહેવાનુ છે, તેની વિશાળતાને પામવા માટે જેટલા વિશાળ, અભય અને સંશય રહીત થઇ શકાય તેટલા સત્યને પામવાની લાયકાત માનવમા ઉભી થાય છે.