BAPSના ૨૮ સાધુ -સંતો, કર્મચારી કોરોના પોઝિટિવ

0
11
Share
Share

એએમસી આરોગ્ય વિભાગે ૧૫૦ સાધુ અને સંતો તેમજ કર્મચારીના ટેસ્ટિંગ કર્યા બાદ રિપોર્ટમાં ખુલાસો થયો

અમદાવાદ,તા.૪

શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ થયો છે. બીએપીએસના ૨૮ સાધુ -સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. એએમસી આરોગ્ય વિભાગે ૧૫૦ સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી ૨૮ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ – સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વૉરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.આ પહેલા એએમસીના ટેસ્ટિંગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ૧૧ સંતો સંક્રમિત થયા હતા. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે એએમસી દ્વારા બહુઆયામી વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં એક સંઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એએમસી દ્વારા અલગ-અલગ પ્રાઇવેટ સંસ્થામાં, બાંધકામ સાઇટ સહિત ઘણા સ્થાને કોરાનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલ પીએસપી કોલોનીમાં મોટાભાગે ઉતર પ્રદેશથી રોજગાર અર્થે આવી વસવાટ કરતા મજૂર વર્ગના પરપ્રાંતિય વ્યક્તિઓના ટેસ્ટિંગની કામગીરી દરમિયાન કુલ ૭૫૦ માંથી ૧૨૫ પોઝિટિવ કેસ મળી આવેલ છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ૧૩૨૫ નવા કેસ નોંધાયા હતા. જેની સામે ૧૧૨૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૬ દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૦૬૪ થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧૦૦૩૭૫ છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૬,૧૩૧ છે. આજે રાજ્યમાં કુલ ૭૫,૪૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here