દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો હોવા છતાં કેટલીક સાવધાની હાલમાં જરૂરી છે. જે પૈકી પ્રથમ જરૂરિયાત માસ્કની રહેલી છે. માસ્કને લઇને કોઇ પણ લાપરવાહી ખતરનાક સાબિત થઇ શકે છે. નિષ્ણાંતો પણ કહે છે કે માસ્કા્લગાવવાથી કોવિડ-૧૯નો ખતરો અનેક રીતે ઘટી શકે છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર જારી છે ત્યારે દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો અભ્યાસમાં લાગેલા છે. માસ્ક અનેક રીતે ઉપયોગી છે. હવે નવા અભ્યાસમાં આ વિગત સપાટી પર આવી છે કે માસ્ક લગાવવાથી કોવિડ ખતરો સાતથી ૨૩ ટકા સુધી ઘટી જાય છે. રૂમાલ પણ ખુબ જ સહાયક છે. રૂમાલ પણ કોરોના વાયરસને રોકવામાં અસરકારક છે. આઇઆઇટી બોંમ્બેના નવા અભ્યાસમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. માસ્ક લગાવવા ક્લાઉડ વોલ્યુમ સાત ગણા સુધી ઘટી જાય છે. માસ્ક એન-૯૫ લગાવવાથી કોરોનાનો ખતરો ૨૩ ટકા સુધી ઘટી જાય છે. કફ ક્લાઉડ પર કન્ટ્રોલને લઇને કેટલીક વિગત સપાટી પર આવી છે. ફેસ માસ્ક મારફતે કફ ક્લાઉડ પર અસરકારક રીતે કાબુ મેળવી શકાય છે. માસ્ક આજ કારણે કોરોના વાયરસની સામે સૌથી મહત્વપૂર્ણ સોશિયલ વેક્સીન છે. આઇઆઇટી મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલે કહ્યુ છે કે મોમાં કફ ક્લાઉડ મારફતે બહાર નિકળનાર કોવિડ-કદ અને સંખ્યાને ઘટાડી દેવામાં માસ્ક ઉપયોગી સાબિત થાય છે. માસ્ક લગાવી દેવાથી ક્લાઉડ વોલ્યુમ સાત ગણુ ઘટી જાય છે. જેટ થિયેરીના આધાર પર મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કફ બાદ પહેલા પાંચથી આઠ સેકેન્ડ હવામાં ડ્રોપલેટ ફેલાવવા માટે ઉપયોગી છે. ખાંસી આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરવાની બાબત ઉપયોગી રહેલી છે. હોસ્પિટલના રૂમમાં લોકોની સંખ્યાને મર્યાદિત કરવામાં આવે તે જરૂરી છે. રૂમ, સિનેમા હોલ અને વિમાનમાં લોકોની સંખ્યાને હાલમાં મર્યાદિત રાખવાની જરૂર છે. અભ્યાસમાં તબીબોએ કહ્યુ છે કે કોરોના વાયરસથી ઠીક થયા બાદ આઠ દિવસ સુધી પણ તેના શરીરમાં વાયરસ રહે છે. તેના શરીરમાં ફ્લુ જેવા લક્ષણ ૧૪ દિવસ સુધી રહી શકે છે. કોરોના વાયરસના કારણે સ્વસ્થ થયેલા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ પણ કમ સે કમ ૨૦ દિવસ સુધી આ દર્દીને ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર હોય છે. આવુ કરવાથી કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા લોકો અન્યોને ઇન્ફેક્શન થતા બચાવી શકે છે. કોરોના વાયરસના ઇન્ફેક્શનને ધ્યાનમાં લઇને દુનિયાના દેશોમા સતત પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આ મામલે વધારે અભ્યાસની જરૂર દેખાઇ રહી છે. તબીબોની ટીમ હાલમાં કામ કરી રહી છે. કોરોના વાયરસના કારણે સ્થિતી દિન પ્રતિદિન દુનિયાના દેશોમાં બેકાબુ બની રહી છે. દુનિયાના ૨૧૪ દેશોમાં કોરોના વાયરસના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. કોરોના વાયરસના કારણે દુનિયાના તમામ દેશો પરેશાન છે ત્યારે વૈજ્ઞાનિકો અને તબીબોએ આ સંબંધમાં ચોક્કસપણે ક્રાન્તિકારી દવા શોધી કાઢવાની જરૂર તાકીદે રહી છે. કોરોનાની દહેશત હાલમાં સમગ્ર દુનિયાના દેશોમાં પ્રવર્તી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોથી અંતર રાખીને આ બિમારીનો સામનો કરી શકાય છે. હાલમાં સાવધાની સૌથી જરૂરી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ભારત અને અમેરિકા સહિતના દેશોનો સમાવેશ થાય છે. કોરોના વાયરસથી સ્વસ્થ થઇ ગયા બાદ આશરે ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. જો કે તમને એક વાત જાણીને હેરાની થશે કે કોરોના વાયરસનો દર્દી સ્વસ્થ થઇ ગયા બાદ પણ વાયરસ શરીરમાં રહેછે.