૯ મહીના પછી ૧૭ ઓગસ્ટે ભારત-નેપાળ વાતચીત કરશે

0
44
Share
Share

નવીદિલ્હી તા.૧૧

ભારત અને નેપાળ ૯ મહિના પછી પ્રથમ વખત વાતચીત કરશે. ૧૭ ઓગસ્ટે કાઠમાંડૂમાં આ વાતચીત થશે. અધિકારીક રીતે આ વાતચીતનો એજન્ડા ભારત દ્વારા નેપાળમાં ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટસની સમીક્ષા છે. જોકે બંને દેશ સીમા વિવાદ સહિત કેટલાક બીજા મુદ્દાઓ પર વાતચીત કરે તેવી શકયતા છે. નેપાળ તરફથી વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી શંકર દાસ બૈરાગી હાજર રહેશે. ભારતીય પક્ષની આગેવાની નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા કરશે.આ દરમિયાન નેપાળના વિદેશી મંત્રીએ કહ્યું કે બંને દેશ સીમા વિવાદના ગુલામ બનીને ન રહી શકે. આપણે વાતચીત કરવી જ જોઈએ.૨૦૧૬માં નેપાળના ત્યારના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ ભારત આવ્યા હતા. બંને દેશોએ પરસ્પરના વિવાદનું સમાધાન કરવા અને સહયોગ વધારવા માટે મિકેનિઝ્‌મ તૈયાર કર્યું હતું. ૧૭ ઓગસ્ટે આ મિકેનિઝ્‌મ અંતર્ગત ૮મી વાતચીત થશે. સીમા વિવાદ અને બીજા મુદ્દાઓના કારણે ભારત અને નેપાળના સંબંધમાં ખટાસ વધી હતી. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર પણ નેપાળના વડાપ્રધાન ઓલીએ નિવેદનબાજી કરી હતી.ભારત અને નેપાળની વચ્ચે પ્રસ્તાવિત વાતચીત પર નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું- આપણી પાસે વાતચીત સિવાય કોઈ બીજો વિકલ્પ પણ નથી. સીમા વિવાદના ગુલામ ન બની શકાય. બીજા મુદ્દાઓ પર વાતચીત કરવી પડશે. હાલ સીમા વિવાદ પર વાતચીત થશે નહિ. આજે નહિ તો કાલે તેનું પણ નીવારણ લાવવું પડશે. બંને દેશ સકારાત્મક રૂપથી આગળ વધી રહ્યાં છે.બંને દેશોની વચ્ચે માર્ચ પછી જે રીતે નિવેદનબાજી થઈ છે, તેના કારણે સંબંધોમાં ખટાસ વધી છે. નેપાળના એક અધિકારીએ કહ્યું- વાતચીતની શરૂઆત જ મોટી સફળતા છે. બંને દેશ ક્રોસ બોર્ડર ટ્રેન સર્વિસ, એગ્રીકલ્ચર, ભૂકંપ પછી રી-કન્સ્ટ્રક્શન જેવા પ્રોજેક્ટ સાથે કરી રહ્યાં છે.ભારતે તેનો નવો રાજકીય નકશો ૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડ્યો હતો. તે અંગે નેપાળે વાધો વ્યક્ત કર્યો હતો અને કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ વિસ્તારને તેનું ક્ષેત્ર ગણાવ્યું હતું. આ વર્ષે ૧૮ મેના રોજ નેપાળે આ ત્રણ વિસ્તારને સામેલ કરતો તેનો નવો નકશો બહાર પાડ્યો હતો. આ નકશાને નેપાળે સંસદના બંને ગૃહોમાં પાસ કરાવ્યો હતો. પછીથી બંને દંશોની વચ્ચે તણાવ વધી ગયો. મે-જૂનમાં નેપાળે ભારત સાથે જોડાયેલી સીમાઓ પર સૈનિકોની સંખ્યા વધારી દીધી. બિહારમાં ભારત-નેપાળની સીમા પર નેપાળી સૈનિકોએ ભારતના લોકો પર ફાયરિંગ પણ કર્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here