૯ જુલાઇથી એન્જીનીયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા જ કરાવાનું રહેશે રજિસ્ટ્રેશન

0
8
Share
Share

અમદાવાદ તા.૩૦

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એન્જીનરિંગમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે પ્રવેશ કાર્યવાહીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓની કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની શરૂઆત થઇ છે, ત્યારે જેની રાહ જોવાતી હતી, એવી ડિગ્રી એન્જીનરિંગ કોલેજમાં પ્રવેશ માટે, સમિતિ એ કેટલાક મહત્વના ફેરફાર સાથે પ્રવેશ કાર્યક્રમ જારી કર્યોં છે, જે ૯ જુલાઈથી શરૂ થશે. જેમાં સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે વિદ્યાર્થીઓને પીન લેવા અને રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ મળી છે. એટલે કે વિદ્યાર્થીએ એડમિશન કમિટીના પોર્ટલ પર પ્રાથમિક વિગતો ભરીને રજીસ્ટર થઇ શકશે.દર વર્ષે વિદ્યાર્થીએ પ્રવેશ માટે બેંકમાંથી પીન નંબર લેવો પડતો હતો પરંતુ આ વખતે વિદ્યાર્થીએ પ્રવેશ માટે સૌથી પહેલા પ્રવેશ સમિતિના પોર્ટલ પર પ્રાથમિક વિગતો ભરવી પડશે. જો કે સમિતિએ પણ સ્પષ્ટતા કરી છે કે હજુ જી અને ગુજસેટની પરીક્ષા નથી લેવાઇ એવામાં વિદ્યાર્થી ધોરણ-૧૨ની વિગતોના આધારે, તેનું ફોર્મ સબમીટ કરાવી શકશે પછીથી તેની વિગતો ભરી શકશે.

વિદ્યાર્થીએ નામ, મોબાઈલ અને ઇ મેઈલ આ.ડી. સાથે રજીસ્ટર થવાનું રહેશે

રજીસ્ટર થયા પછી, મોબાઇલ નંબર પર ઓ.ટી.પી મળશે, જેના આધારે પોતાની વિસ્તૃત વ્યક્તિગત માહિતી ભરવી પડશે

વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણીક લાયકાતની વિગત ભરવી પડશે, જેમાં ધોરણ ૧૨નું પરિણામ અને  જે.ઇ.ઇ કે ગુજસેટના પરિણામ વિગત આપવાની રહેશે

વિદ્યાર્થીએ પોતાના સર્ટી, જેમ કે ધોરણ ૧૨ માર્કશીટ, જાતિના સર્ટી, એલ.સી, વગેરે જરૂરી આધાર પુરાવા અપલોડ કરવા પડશે

વિદ્યાર્થી આ ચાર સ્ટેપ પૂર્ણ કર્યા બાદ ફોર્મ કંફર્મ કરવાનું રહેશે. જે કન્ફર્મ કર્યા પછી વિદ્યાર્થીએ ૩૦૦ રૂપિયા ફી ભરવી પડશે અગાઉનાં વર્ષોમાં વિદ્યાર્થીને કે રજિસ્ટ્રેશન માટે ૩૫૦ રૂપિયા ખર્ચવા પડતા હતા પરંતુ હવે વિદ્યાર્થી જ્યારે પ્રવેશ સંદર્ભે પોતાની ફોર્મ જ્યારે સબમિટ કરે છે ત્યારે જ ૩૦૦ રૂપિયા ફી ભરવી પડશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here