૮૦ વર્ષનાં ગણિતનાં શિક્ષક અંબાલાલ પરમારે ગણિત શાસ્ત્રનાં ઉચ્ચ અભ્યાસ માટે ૪-ડી ની શોધ કરી

0
23
Share
Share

શિક્ષક કયારેય નિવૃત થતો નથી ની ઉકતીને સાર્થક કરી શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યુ

ઉના તા. ૯

ઉનાની ૧૦૦ વર્ષ જુની શાહ એચ.ડી. હાઇસ્કુલમાં ગણિતનાં શિક્ષક તરીકે હજારો વિધાર્થીઓને ગણિતનું સરળ શૈલીમાં શિક્ષણ આપી વયમર્યાદાને કારણે નિવૃત થયેલ અંબાલાલ વી. પરમાર હાલ અમદાવાદમાં સ્થાઇ થયા છે. હાલ ૮૦ વર્ષની ઉમરે પણ તે નિવૃતી લીધી નથી. ગણિતમાં નવુ સંસોધન કરી ગણિત શાસ્ત્રમાં ૪ડી ની આઠ થિયરી લખી વિશ્વને હજારો વર્ષ બાદ ૪ડી માં પ્રવેશ કરાવેલ છે. આનો અભ્યાસ ગણિત વિષય ઉપર એમએસસી તેમજ પીએચડી કરતા વિધાર્થીઓ ખુબજ ઉપયોગી માર્ગદર્શન મળી રહયુ છે. તેમણે ગુગલ ઉપર રપ  ઇમેજ જીટી૦૦૮૧ર માં અંબાલાલ ૪ડી લખવાથી જોવા મળશે. આ વેબસાઇટ ઉપર ૩ડી ની નવી ૬ થીયરી તેમજ ૪ડી ની આઠ થીયરી નવી મળી શકશે. પ-ડી ની થીયરીનું સંશોધન ચાલુ છે. છેલ્લા બે વર્ષમાં રપ હજારથી વધુ લોકોએ આ વેબસાઇટ સર્ચ કરી માહિતી મેળવે છે. એટલે કહેવાય છે ને કે શિક્ષક કદી નિવૃત થતો નથી. ૮૦ વર્ષની ઉંમરે પણ હજુ અંબાલાલભાઇ પ્રવૃતિ ચાલુ રાખી ભારતનાં લોકોને ઉપયોગી માહિતી પહોંચાડી રહયા છે.

વધુ માહિતિ માટે મો. +૯૧ ૯૮૭૯૦૯૦૯૬૯ સંપર્ક કરવાથી મળી શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here