૭ વર્ષનો ટેણીયો યુ-ટયુબ ઉપર હાસ્યનો શીરો પીરસી લોકોને ખડખડાટ હસાવે છે….

0
118
Share
Share

રાજકોટતા. ૨૩

રાજકોટ ગુરુકુલના ગુરુવર્ય મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીની કૃપાદૃષ્ટિ-આશીર્વાદનું અમી ઝરણું સિદ્ધરાજ સિંધવની વાણીમાં તાદૃશ્ય થઈ રહ્યું છે…

માત્ર સાત જ વર્ષની વયે જેમની વાણીમાંથી હાસ્યરસનું અમી ઝરણું વરસી રહ્યું છે એવા રાજકોટના બાળહાસ્ય કલાકાર સિદ્ધરાજ સિંધવ ઉપર તો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના ગુરુવર્ય મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીની કૃપાદૃષ્ટિ અને આશીર્વાદની અમીદૃષ્ટિ ફળીભૂત થઈ રહી હોવાનું ખુદ તેમણે (સિદ્ધરાજે) ગુરુકુલમાં અવારનવાર યોજાતા કાર્યક્રમોમાં, બાળસભાઓમાં તેમજ અન્ય કાર્યક્રમોમાં પણ જાહેરમાં કબૂલ્યું છે. બીજી ધોરણમાં અભ્યાસ કરતો આ બાળકલાકાર લોક-જાગૃતિના ભાગરૂપે અનેકવાર ન્યુઝ ચેનલોમાં પણ ચમક્યો છે તેમજ ટીવી ચેનલોમાં પણ ટેલીકાસ્ટ થયેલ છે એટલું જ નહીં હાલમાં એમના હાસ્યરસના ખજાનાએ યુ-ટયુબ ઉપર પણ સારી એવી જમાવટ કરી છે. આ નાનાબાળ કલાકારમાં રહેલી અદ્‌ભૂત શક્તિના દર્શન હાસ્યના સ્વરૂપે તાદૃશ્ય થઈ વિડીયોમાં ઘણા બધા લોકોએ નિહાળી લાઈક પણ કર્યાં છે. એટલું જ નહીં સિદ્ધરાજે બાળવયે જ જુદાજુદા ૪૪ જેટલા પ્રસંગો જેમ કે ઘનશ્યામ મહારાજના વિવિધ પ્રસંગો, રામાયણ તથા મહાભારતના પ્રસંગો વિ. ખૂબ જ મોઢેથી કંઠસ્થ કર્યાં છે. છેલ્લે એટલું જ કહેવાનું છે કે, હસવા માટે પેટ જોઈએ અને હસાવવા માટે કરવો પડે છે બુદ્ધિપ્રયોગ…! જે સ્વબુદ્ધિ બળથી સિદ્ધરાજ સિદ્ધ કરી રહ્યો છે. ઓલ ધ બેસ્ટ…જય સ્વામિનારાયણ…

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here