૭ બાળકોના પિતાએ ૧૪ વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું

0
19
Share
Share

હિંમતનગર,તા.૨૩
હિંમતનગર શહેરમાં સોમવારે સવારે પિતા-પુત્રીના સંબંધોની પવિત્રતાને તાર તાર કરતી અને સમાજને શર્મસાર કરતી ઘટના બહાર આવી હતી. સવારે માતા મજૂરી કામે ગઇ અને નરાધમ પિતાએ ૧૪ વર્ષની દીકરી સાથે હેવાનીયત આચરી તમામ સીમાઓ પાર કરી જતાં ચોમેરથી ફીટકાર વરસાવાયો હતો પડોશીએ રૂબરૂ જઇ ભોગબનનારની માતાને જાણ કરતા હવસખોર બાપના કૃત્યથી હેતબાઇ ગયેલ દીકરીને ઘરમાંથી બહાર લાવી પિતાના કૂકર્મ અંગે બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હળાહળ કળીયુગની પ્રતીતી કરાવતા સામાજિક કલંકરૂપ આ શરમજનક કિસ્સામાં બે દિકરા અને ૫ દીકરીઓના હેવાન પિતાએ વાસનામાં ભાન ભૂલીને સગી દીકરીને પાંખી નાખી હતી હિંમતનગર શહેરમાં સવારે દસ વાગ્યે નરાધમ પિતા સગી દીકરીને પીંખી રહ્યો હોવાની ખબર પડતા પડોશી મહિલા સ્કૂટી લઇને ભોગ બનનારની માતા જ્યાં મજૂરી કામે ગઇ હતી ત્યાં પહોંચીને હેવાનીયતની જાણ કરતા માતા પણ ભારે ઉચાટ સાથે ઘેર દોડી આવી હતી અને ૧૭ વર્ષીય દીકરી રૂમ આગળ દરવાજો બંધ કરી ઉભી રહી હતી તેને પૂછતા પતિના પિશાચી કૃત્યને જાણી પગ નીચેથી ધરતી સરકી થઇ હતી.
ઘટનાને પગલે પડોશી મહિલાને સાથે લઇ દીકરી અને માતા બી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધવતાં હતી.પોલીસે પણ મામલાની ગંભીરતા જોઇ ત્વરીત એક્શન લઇ પિશાચી પિતાને ઘેરથી જ ઝડપી લીધો હતો. કામાંધ પિતાની કરતૂતની ખબર પડી જતા લોકોના ટોળા એકઠા થયા હતા જેને કારણે દુષ્કર્મ પિતાને ભાગવાનો મોકો મળ્યો ન હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here