૭૬ બાળકોને બચાવનાર હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકાને મળ્યું ‘આઉટ ઑફ ટર્ન પ્રમોશન’

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૯

દિલ્હી પોલીસની મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકા નવી ઈન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત ૩ મહિનાની અંદર જ સમયના પહેલા જ પ્રમોશન મેળવનારી પ્રથમ પોલીસ કર્મચારી બની ગઈ છે. સીમા ઢાકાને ૭૬ ગુમ બાળકોને શોધી કાઢવા માટે આ આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર દિલ્હીમાં સમયપુર બાદલી સ્ટેશનમાં ફરજ બજાવતી સીમા ઢાકા આઉટ ઑફ ટર્ન પ્રમોશન પ્રાપ્ત કરનાર પ્રથમ પોલીસ કર્મચારી છે. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, સીમા ઢાકાએ ૭૬ ગુમ બાળકોને શોધી કાઢ્યાં હતા. જેમાંથી ૫૬ બાળકોની ઉંમર ૧૪ વર્ષથી ઓછી છે.

આ બાળકો દિલ્હીના જ નથી, પરંતુ પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોના પણ છે. સીમા ઢાકાની તેના વરિષ્ઠ અધિકારીઓએ વખાણ પણ કર્યાં છે. મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકા નવી ઈન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત ૩ મહિનામાં જ ૫૬ ગુમ બાળકોને બચાવવા બદલ આઉટ-ઑફ ટર્ન પ્રમોશન પ્રાપ્ત કરનાર પ્રથમ પોલીસ કર્મચારી બનવા માટે શુભેચ્છાને પાત્ર છે. તેના જુસ્સા અને આવા પરિવારોની ખુશી પરત કરવા માટે તેમને સલામ.

દિલ્હી પોલીસના નિવેદન મુજબ, આ નવી ઈન્સેન્ટિવ સ્કીમ ૫ ઓગસ્ટથી લાગૂ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સ્કીમ રાખવામાં આવી છે. જેમાં કોઈ પણ કૉન્સ્ટેબલ કે હેડ કૉન્સ્ટેબલ ૫૦ કે તેથી વધુ ૧૪ વર્ષથી ઓછી વયના ગુમ બાળકોને એક વર્ષની અંદર શોધી લાવશે, તેને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here