૭૫૦ એક સાથે યાત્રા કરશે

0
13
Share
Share

દરરોજ ૩૬૦૦૦ લોકો યાત્રા કરી શકશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્ટેશનના નિર્માણની કામગીરી શરૂ થઇ છે. આની સાથે જ વડોદરામાં આ પ્રોજેક્ટ માટે ટ્રેનિંગ સેન્ટરનું પણ નિર્માણ શરૂ થઇ રહ્યું છે. ૧૦ કાર એન્જિન બુલેટ ટ્રેનમાં ૭૫૦ લોકો એક સાથે યાત્રા કરી શકશે. દરરોજ ૩૬૦૦૦ લોકો યાત્રા કરશે. ૨૦૫૩ સુધી આની ક્ષમતા વધારીને પ્રતિદિવસ ૧૮૬૦૦૦ લોકોની કરી દેવામાં આવશે. ભવિષ્યમાં ૧૬ કાર એન્જિન બુલેટ ટ્રેન દોડાવવાની પણ યોજના રહેલી છે. દરરોજ એક તરફથી ૩૫ ટ્રેનો ચલાવવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશનથી બાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષ મુંબઈ વચ્ચે ૫૦૮ કિલોમીટર ટ્રેક રહેશે. ચાર સ્ટેશનો ઉપર રોકાઈને ૨ કલાક અને ૭ મિનિટમાં આ ટ્રેન પહોંચશે. ૧૨ સ્ટેશનો આમા રહેશે જેમાં. બાંદરા, કુર્લા, થાણે, વિરાર, ભોઇસર, વાપી, બિલીોરા, સુરત, ભરુચ અને વડોદરા, આણંદ અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. તમામ ૧૨ સ્ટેશનો ઉપર રોકાઈને સમગ્ર યાત્રાને ૨ કલાક અને ૫૮ મિનિટમાં પૂર્ણ કરાશે. આશરે ૧૨૦ લાખ ક્યુબીક મિટર કોન્ક્રીટનો ઉપયોગ આમા કરવામાં આવશે. ૫૫ લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થશે. ૧૫ લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવનાર છે. એકંદરે આ પ્રોજેક્ટથી ૨૦૦૦૦થી વધુ લોકોને સીધીરીતે રોજગારી મળશે. પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરી દેવામાં આવશે. પાંચ વર્ષમાં ૧૧૦૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. દર વર્ષે ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જાપાન સરકાર આ મહાકાય પ્રોજેક્ટમાં ૮૮૦૦૦ કરોડ રૂપિયાની લોન આપી રહી છે જે ૦.૦૧ ટકાના વ્યાજદર પર છે. ભારત ૫૦ વર્ષમાં આ રકમ પરત કરનાર છે. ગ્રેસ પિરિયડનો ગાળો ૧૫ વર્ષનો રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખરેખર ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here