૭૦થી વધુ દેશોને કોરોના વેક્સીન મોકલી રહ્યું છે ભારતઃ એસ.જયશંકર

0
21
Share
Share

વૈશ્વિક મહામારી સામે વિશ્વના દેશોને વેક્સીન સપ્લાય માટે પ્રતિબદ્ધ છે ભારત

ન્યુ દિલ્હી,તા.૨૩

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૬મા સત્રમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વસ્તરે ભારતની ભૂમિકાના મહત્વને વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધની લડાઇમાં ભારત વિશ્વના દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે સંકલ્પબદ્ધ છે. આ જ કારણે બાંગ્લાદેશથી બ્રાઝીલ અને મોરક્કોથી ફિજી સુધીના આશરે ૭૦ દેશોને વિશ્વની ફાર્મસી કહેવાતા ભારતે કરોડોની સંખ્યામાં વેક્સીન સપ્લાય કરી હતી.

વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સભ્ય તરીકે સાથી દેશો સાથે કામ કરવા અને સંમતિ બનાવવા માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દે નિષ્પક્ષ દ્રષ્ટિકોણ રાખવો જોઇએ. આ મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતા એકબીજાના આંતરિક મુદ્દાઓના સન્માનનું પણ ધ્યાન રાખવુ જરુરી છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે દુનિયામાં માનવાધિકારો સામે અનેક પ્રકારના પડકારો છે. જે પૈકી આતંકવાદ સૌથી મોટો પડકાર છે. એમાં કોરોના મહામારીના લીધે માનવાધિકારોની રક્ષા કરવામાં અનેક પડકારો ઉભા કરી દીધા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here