૬ મહિના લોકડાઉનમાં બંધ રહ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ ફરી શરૂ થશે

0
14
Share
Share

અમદાવાદ,તા.૧૪

અમદાવાદ શહેરમાં છેલ્લા ૬ મહિનાથી બંધ ગુજરાત હાઈ કોર્ટ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. લોકડાઉનમાં કાર્યવાહી સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી હતી. ૬ મહિનાના લાંબા વિરામ બાદ ગુજરાત હાઇકોર્ટ ૧૬મી સપ્ટેમ્બરથી શરૂ થશે. નોંધપાત્ર છે કે હાઇકોર્ટની ત્રણથી ચાર કોર્ટ કાર્યરત થશે. એચસીએ પ્રત્યક્ષ સુનાવણી માટે એસઓપી જાહેર કરી છે.

ગુજરાત હાઈકોર્ટમાં સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી કામગીરી થશે. પરંતુ હાઈકોર્ટમાં લાયબ્રેરી, એડવોકેટ ચેમ્બર, કોમન કેન્ટીન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે તે કેસની સુનાવણી માટે વકીલ, પક્ષકારને ઈમેલથી એન્ટ્રી પાસ મળશે. આ સિવાય કોર્ટ પરિસરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રીનગ, માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટમાં સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી કોર્ટ કામગીરી કરશે. નોંધપાત્ર છે કે સુનાવણી સમયે જ કોર્ટ રૂમમાં પ્રવેશ મળશે. ત્યારે બીજી તરફ હાઈકોર્ટમાં આવેલી લાઈબ્રેરી ,એડવોકેટ ચેમ્બર ,કોમન કેન્ટીન બંધ રહેશે. કેસની તારીખ મુજબ વકીલ અને પક્ષકારને ઇમેલથી એન્ટ્રીપાસ મળશે.કોર્ટ પરિસરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રીનગ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here