૬ દર્દીને ભરખી જનાર આગની તપાસ માટે નિવૃત જજ મહેતાની કમિટી રાજકોટ પહોંચી

0
19
Share
Share

રાજકોટ,તા.૧૨

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૬ દર્દીનાં મોત થયા હતા. જેની તપાસ જસ્ટિસ મહેતા કમિટીને સોંપાઈ છે. ત્યારે નિવૃત જજ મહેતાની કમિટી તપાસ માટે રાજકોટ આવી પહોંચી છે. આગ લાગ્યાને દોઢ મહિનો થઇ ગયો હોવા થતાં આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. જેના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. મહેતી કમિટી આજે સમગ્ર મામલે તપાસ કરશે. જો કે સવાલ એ છે કે દોઢ મહિનાનો સમય થયો હોવા છતા આ કેસની તપાસ ક્યારે પૂર્ણ થશે કે એક મોટો સવાલ છે. જે જસ્ટિસ મહેતા અને તેમની કમિટી રાજકોટની તપાસ માટે પહોંચી છે.

કમિટી દ્વારા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ કમિટી મનપાના અધિકારીઓ, ફાયર અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. હાલ આગ અંગે મહેતા કમિટી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં રિપોર્ટ આપશે. ઉલ્લેખનીય છે કે ૨૭ નવેમ્બરના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલના ૈંઝ્રેં વિભાગની આગ લાગી હતી. જેમાં ૬ દર્દીના મોત થયા હતા. અગ્નિકાંડમાં ૬-૬ દર્દીના મોત થતાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા પાંચ નામાંકિત તબીબો ડો પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા, ડોક્ટર તેજસ કરમટા, ડોક્ટર તેજસ મોતીવરસ તેમજ ડો. દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ કલમ ૩૦૪(અ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા જામીન પર છેલ્લા ઘણા સમયથી મુક્ત કરવામાં આવ્યા છે.

ત્યારે આજે નિવૃત્ત જજ મહેતા તેમજ કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ, ફાયર વિભાગ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે. ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ૨૬ નવેમ્બરે રાત્રીના ૧૨.૪૫ કલાકે આગ લાગી હતી. જેમાં ૈંઝ્રેંમાં ૩ દર્દી ભડથું થઈ ગયા હતા અને ૨ દર્દીના અન્ય હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયા હતા. જ્યારે એક દર્દી થોડા દિવસોની સારવાર બાદ મોતને ભેટ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here