૫ જાન્યુઆરીએ કોચી-મેંગલુરુ ગેઇલ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે વડા પ્રધાન

0
36
Share
Share

તિરુવનંતપુરમ્‌,તા.૨૬

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જાન્યુઆરીએ કોચી-મેંગલુરુ ગેઇલ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સ મારફત સંબોધશે અને વર્ચ્યુઅલ ઉદ્ઘાટનના પ્રસંગે મુખ્ય અતિથિના રૂપમાં આ નૅચરલ ગૅસ પાઇપલાઇન પ્રૉજેક્ટ કેરળ રાજ્યને સમર્પિત કરશે.

કેરળના મુખ્ય પ્રધાન પિનારયી વિજયને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન આ પ્રકલ્પ લૉન્ચ કરવા સંમત થયા એ અમારા રાજ્ય માટે આનંદની વાત કહેવાય. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો બુધવારે મને ફોન હતો. તેમણે મને જાણકારી આપતા કહ્યું કે ‘વડા પ્રધાન આ પાઇપલાઇનના પ્રૉજેક્ટના ઉદ્ઘાટન માટે તૈયાર થઈ ગયા છે.’

વિજયને એવું પણ કહ્યું હતું કે ‘અમને એમ હતું કે આ પ્રકલ્પની સ્થાપના ક્યારેય સંભવ નહીં બને, પરંતુ ખુદ વડા પ્રધાન એના ઉદ્ઘાટન માટે તૈયાર છે એ ખુશીની વાત કહેવાય.’

૪૪૪ કિલોમીટર લાંબી આ પાઇપલાઇન બાંધવા ૨૦૦૯માં કાર્યક્રમ યોજાયો હતો અને એ પાછળ અંદાજે ૨,૯૧૫ કરોડનો ખર્ચ થવાનો હતો. આ પ્રૉજેક્ટ ૨૦૧૪માં શરૂ થઈ જવાનો હતો, પરંતુ સલામતી તથા જમીનના ભાવને લગતા કેટલાક મુદ્દે વિરોધ થવાથી પ્રૉજક્ટ અટકી પડ્યો હતો.

હવે આ પ્રૉજેક્ટનો ખર્ચ બમણો થઈને ૫,૭૫૦ કરોડ ઉપર પહોંચી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here