૫૫ કરોડના શીલજ ઓવરબ્રિજની લાઇટ ૯ દિવસમાં જ થઇ બંધ

0
31
Share
Share

અમદાવાદ,તા.૨૯
શહેરમાં એક મહિનામાં અનેક ઉદઘાટન થયા. સરકારી કામોની તડામાર તૈયારીઓ દેખાતી હતી, જેને કારણે બ્રિજ અને અન્ય કામકાજમાં ક્યાંક વ્યક્તિગત હાજરીમાં તો ક્યાંક ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. એમાં અમદાવાદના થલતેજથી શીલજ તરફ રેલવે ઓવરબ્રિજનું પણ ઉદઘાટન થયું હતું, પરંતુ ઉદઘાટનના બે દિવસ રોશનીથી ઘેરાયેલા ઓવરબ્રિજને હજી ૯ દિવસ પૂરા નથી થયા ત્યાં લાઈટો બંધ થઈ ગઈ છે. અમદાવાદ થલતેજથી શીલજ તરફ જતા ઓવરબ્રિજને તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણને આજે ૯ દિવસ પૂરા થયા છે. ત્યારે લોકાર્પણના સમયે સમગ્ર ઓવરબ્રિજને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યો હતો.
લોકો બ્રિજની રોશની અને ઝગમગાટ જોવા આવતા હતા. લોકાર્પણ થયાના ૯ દિવસમાં લગાવેલી રોશની તો નથી, પરંતુ બ્રિજ પર લાગેલી પોલ લાઈટ પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેને કારણે બ્રિજ અંધકારમાં છવાઈ ગયો છે અને રાતે મોડા પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે ૨૧ જાન્યુઆરીના રોજ શહેરના થલતેજ-શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૫૫ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે.
રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલવેલાઇન પસાર થાય છે. ૨૪ કલાકમાં ૯૦થી ૧૦૦ ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક ૫ મિનિટથી વધારે બંધ રહે, એટલે ૨૪ કલાકમાં ૬ કલાક ફાટક બંધ રહેતો હતો, જેને કારણે ૧૦ લાખ લોકો પ્રભાવિત થતા હતા, પરંતુ થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતાં ૧૦ લાખ લોકોને રાહત મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here