૪૮ વર્ષની અભિનેત્રી આયેશા જુલ્કાએ કહ્યું- મારા બાળકો નથી, કારણ કે હું ઇચ્છતી નથી

0
24
Share
Share

મુંબઈ,તા.૧૩

અભિનેત્રી આયેશા જુલ્કાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ‘કુર્બાન’ (૧૯૯૧) થી કરી હતી. તેણે બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ સાથે કામ કર્યું હતું. આયશા જુલકા ઇન્ડસ્ટ્રીમાં જ એક મોટું નામ રહ્યું છે. જો કે, લગ્ન પછી, તેઓએ ઇન્ડસ્ટ્રીને વિદાય આપવાનું નક્કી કર્યું. વર્ષ ૨૦૦૩ માં, તેઓએ સમીર વશી સાથે લગ્ન કર્યા. ૪૮ વર્ષની ઉંમરે પણ તેને બેબી પ્લાનિંગ વિશે કોઈ વિચાર નથી. પતિ સમીર અને આયેશાએ એક સાથે બાળક ન લાવવાનો નિર્ણય કર્યો છે. લાઇમલાઇટથી દૂર થયા પછી, આયેશા જુલ્કાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન, પ્રેમ, જીવન અને બાળકના ન લેવાના નિર્ણય અંગે ખુલીને વાત કરી હતી.

એક ઇન્ટરવ્યુમાં આયેશાએ કહ્યું હતું કે, મારા બાળકો નથી, કારણ કે હું ઇચ્છતી નથી. હું કામમાં બહુ એનર્જી અને સમય લગાવું છું. સાથે જ ઘણા સોશિયલ કોઝ જોવું છું. મને મારા નિર્ણયથી કોઇ પરેશાની નથી. પરિવાર સાથે મળીને આ નિર્ણય લીધો હતો. આયેશા આગળ કહે છે કે પતિ સમીર વશીએ પણ સંતાન ન થવાની બાબતે તેની સાથે સંમતિ દર્શાવી હતી. આયેશાએ કહ્યું, “મારા પતિએ મારી જિંદગીમાં મને ઘણો સાથ આપ્યો છે. મને પોતાને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું. મારે જે કરવાનું હતું તેમાં તેઓએ હંમેશાં મને ટેકો આપ્યો છે. મારે તેના ઉપર ક્યારેય કોઈ દબાણ નથી રાખ્યું.

આયેશા કહે છે કે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો તે કાળજીપૂર્વક લેવામાં આવ્યો હતો. મેં નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. લગ્ન પછી, હું સરળ જીવન જીવવા માંગુ છું અને મેં જીવનનો આનંદ પણ માણ્યો છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી પોતાને દૂર રાખવાનો મેં યોગ્ય નિર્ણય લીધો. જણાવી દઇએ કે આયેશા જુલ્કા ઘણી હિટ ફિલ્મોનો ચહેરો બની હતી. તેમાં ‘જો જીતા વહી સિકંદર’, બારુદ, ‘ચાચી ૪૨૦’, ‘રન’ અને ‘સોચા ના થા’ જેવી ફિલ્મ્સમાં સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here