૪૮ દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો

0
13
Share
Share

ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલ ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે, દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૨૩ રૂપિયાએ પહોંચ્યું

નવી દિલ્હી,તા.૨૦

ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલ ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તેનાથી ઉલટું ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૮ દિવસ બાદ આગ લાગી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં સરેરાશ ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં સરેરાશ ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૭ પૈસા અને ડીઝલ ૨૨ પૈસા મોંઘું થઈ ગયું છે. આ પહેલા પેટ્રોલના ભાવમાં છેલ્લીવાર ૨૨ સપ્ટેમ્બરે ૭થી ૮ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. ૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ડીઝલનો ભાવ ૩ રૂપિયા પ્રતિ લીટથી વધુ ઓછો થયો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર નહોતી થઈ. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો થયો. દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૨૩ રૂપિયા અને ડીઝલ ૭૦.૬૮ રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલ ૮૭.૯૨ રૂપિયા અને ડીઝલ ૭૭.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે અને કોલકાતામાં પેટ્રોલ ૮૨.૭૯ રૂપિયા અને ડીઝલ ૭૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈમાં પેટ્રોલ ૮૪.૩૧ રૂપિયા અને ડીઝલ ૭૬.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here