૪૦૦ વિકેટની ક્લબમાં જોડાવાથી અશ્વિન હવે માત્ર છ વિકેટ દૂર

0
27
Share
Share

અમદાવાદ,તા.૨૩

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ (ડૅ/નાઈટ)માં ભારતીય બૉલર રવિચંદ્રન અશ્રિ્‌વન જો છ વિકેટ લેવામાં સફળ રહેશે તો તે ટૅસ્ટક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનારા બૉલરોની ક્લબમાં જોડાઈ જશે. ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તાજેતરમાં જ પૂરી થયેલી બીજી ટૅસ્ટમાં ભારતીય ઑલરાઉન્ડર અશ્રિ્‌વને સુંદર પ્રદર્શન કર્યું હતું.

પીચ સ્પિનરોને મદદ કરતી હોવાની વિશ્ર્‌વભરના ક્રિકેટ પંડિતો દ્વારા ટીકા કરવામાં આવી રહી હોવા વચ્ચે અશ્રિ્‌વને એવી પીચ પર બૅટિંગ કેમ કરવી તે વિશ્ર્‌વને દેખાડી દીધું હતું. ઈંગ્લૅન્ડ સામેની બીજી ટૅસ્ટની બીજી ઈનિંગમાં અશ્રિ્‌વને કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી અશ્રિ્‌વને એક ટૅસ્ટમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ ૨૯મી વાર મેળવી હતી. બીજી ઈનિંગમાં અશ્રિ્‌વને વધુ ત્રણ વિકેટ ઝડપી ૩૨૯ રનનો વિજયી લક્ષ્યાંક પાર પાડવા ઉતરેલી ઈંગ્લૅન્ડની ટીમને ૧૬૪ રનમાં પેવેલિયન ભેગી કરવામાં તેમ જ ભારતે ૩૧૭ રને વિજય અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ઈંગ્લૅન્ડ સામેની બીજી ટૅસ્ટમાં કુલ આઠ વિકેટ ઝડપતા અશ્રિ્‌વનની કુલ વિકેટનો આંક ૩૯૪ પર પહોંચી ગયો હતો. હવે, ટૅસ્ટક્રિકેટમાં ૪૦૦ વિકેટના જાદુઈ આકને સ્પર્શવા અશ્રિ્‌વનને માત્ર છ વિકેટની જરૂર છે. ત્રીજી ટૅસ્ટમાં અશ્રિ્‌વન જો છ વિકેટ મેળવવામાં સફળ રહેશે તો સૌથી ઓછી ટૅસ્ટમાં ૪૦૦ વિકેટ ઝડપનાર બૉલરોની યાદીમાં ન્યૂ ઝિલૅન્ડના રિચર્ડ હૅડલી અને દક્ષિણ આફ્રિકાના ડૅલ સ્ટૅનને પાછળ મૂકી તે શ્રીલંકાના મુરલીધરન પછીના ક્રમે એટલે કે બીજે ક્રમે આવી જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here