૩૯ વર્ષની મોના સિંહને મા બનવાની જરાય ઉતાવળ નથી?

0
19
Share
Share

છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઘણું બધું બદલાઈ ગયું છે, હું અત્યાર સુધી સિંગલ હતી તેેથી હવે લગ્ન જીવન માણું છું

મુંબઈ,તા.૨૧

જસ્સી જૈસી કોઈ નહીં ફેમ મોના સિંહે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે કહ્યું કે, તે પોતાના લગ્નજીવનની એક-એક પળને માણી રહી છે. ૩૯ વર્ષની ઉંમરે લગ્ન કરવા વિશે વાત કરતાં મોનાએ કહ્યું કે, આપણે નવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં લગ્ન કરવા માટે કોઈ ઉંમર નથી. હું ઉતાવળમાં નહોતી. મને લાગે છે કે આ ઉંમર લગ્ન કરવા માટે બેસ્ટ હતી કારણ કે વ્યક્તિ વધારે સમજે છે, અનુભવી હોય છે, તેણે પોતાના જીવનમાં આવેલા ઉતાર-ચડાવને જોયા હોય છે. લગ્ન માટે આ બધું જરૂરી છે. તમે ત્યારે લગ્ન કરો જ્યારે તમને લાગે કે તમારે કરવા જોઈએ. તમે ત્યારે લગ્ન કરો જ્યારે તમને લાગે કે આ યોગ્ય સમય છે. એક્ટ્રેસે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણુ બધુ બદલાઈ ગયું છે. હું અત્યારસુધીના જીવન દરમિયાન મારા માતા-પિતા સાથે રહી. હું સ્વતંત્ર રહેવા ટેવાયેલી છું. મારું કામ હું જાતે કરૂં છું. લગ્ન બાદ ડિસેમ્બરમાં હું મારા પતિ સાથે શિફ્ટ થઈ ગઈ. તે સમયે હું લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પણ કરી રહી હતી, તેથી હું ખરેખર ઘરે નહોતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિના હું તેની સાથે નહોતી. માર્ચ મહિનામાં લોકડાઉનના કારણે અમે સાથે રહેવાનું શરૂ કર્યું. મારા જીવનમાં પહેલીવાર થયેલી ઘણી સુંદર બાબતોનો મેં અનુભવ કર્યો. લગ્ન પહેલા, ગૌરવ ગેરા મારો ગો-ટુ પર્સન હતો. હું તેની સાથે ચિલ કરતી હતી અને તેની સાથે બધી વાતો શેર કરતી હતી. હવે મારો પતિ છે, જે સારો શ્રોતા છે. હું લગ્ન બાદ એડજસ્ટ કરવામાં માનું છું. સમજૂતી કરવી તે નેગેટિવ છે. તેથી હું એડજસ્ટ શબ્દ વાપરવાનું વધારે પસંદ કરીશ. અમે બંને એડજસ્ટ થઈ રહ્યા છે. અમારી પણ પસંદ-નાપસંદ છે. અમને વ્યક્તિગત રીતે મજબૂત છીએ, એકબીજાને માન આપીએ છીએ. લોકડાઉનના સમયગાળા વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, અમે સાથે મહામારી જોઈ અને ઘણું શીખ્યા. અમારું આખું રુટિન બદલાઈ ગયું. હું શીસ્તબદ્ધ રીતે જીવવામાં માનુ છું. હું સમયસર ઉંઘુ છું અને સમયસર જાગી જાઉ છું. વોકિંગ માટે જાઉ છું. પરંતુ લોકડાઉનના કારણે આ બધું કરી શકી નહીં. અમે ખૂબ મજા કરી. શ્યામ સાથે રહીને મેં મારા બધા નિયમો તોડ્યા. અમે મોડી રાત સુધી ફિલ્મો જોઈ, આઈસક્રીમની મજા લીધી તેમજ સાથે કૂકિંગ પણ કર્યું. મારા પતિ સાથે લોકડાઉનનો સમય બેસ્ટ રહ્યો. લોકડાઉન આમ તો ખરેખર અમારા બંને માટે મિનિ હનીમૂન બનીને આવ્યું. નહીં તો મને નથી લાગતું કે અમે આટલો સમય સાથે પસાર કરી શક્યા હોત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here