૩૨૦ કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો ચમત્કારિક બચાવ

0
21
Share
Share

સ્ટીરિયા,તા.૧૮

ઓસ્ટ્રેલિયન મોટોજીપી દરમિયાન ફ્રેન્કો મોબ્રિડેલી અને જોહાન જર્કીની બાઈક સામ-સામે અથડાઈ ગઈ. એ સમયે તેમની સ્પીડ ૩૨૦ કિમી પ્રતિ કલાકની હતી. અથડામણ એટલી ભયાનક હતી કે, બાઈકર્સ અને બાઈક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટનાથી ઈટાલીના રેસર વેલેન્ટિનો રોસીનો પણ ચમત્કારિક બચાવ થયો. અથડામણ પછી એક બાઈક કૂદતી રોસીની નજીકમાંથી પસાર થઈ હતી. જો એ તેની બાઈક સાથે અથડાતી તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. ડુકાટીના આન્દ્રેયા ડોવિજિયોસો પ્રથમ, સુઝુકીના જોઆન મિર બીજા અને ડુકાટીના જેક મિલર ત્રીજા સ્થાને રહ્યા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here