૨૯મીથી ઉનામાં સૂર્યમુખી હનુમાનજી મંદિરે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

0
47
Share
Share

ઉનાતા. ૨૬
ઉના શહેરમાં ગીર-ગઢડા રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે તા. ૨૯/૧૨/૧૯થી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થનાર છે. આ શિવમહાપુરાણ મંગલ મહોત્સવ કથાના વક્તા ઉમેદપરા નિવાસી (સંસ્કૃત સાહિત્ય રત્ન ભાગવતાચાર્ય) શાસ્ત્રી જગન્નાથભાઇ બી. ભટ્ટ વ્યાસપીઠ પર બીરાજી સંગીતમય શૈલીમાં તા. ૧૯/૧૨/૧૯ થી ૬/૧/૨૦ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી કથાનું રસપાન કરાવશે. તા. ૨૯/૧૨/૧૯ને રવિવારે બપોરના ૩ કલાકે ઊના સૂર્યમુખી હનુમાનજી મંદિરથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી પોથી યાત્રા નીકળશે. કથાની પૂર્ણાહુતિ તા. ૬/૧/૨૦ના રોજ કરાશે તેમજ તે દિવસે સાંજે મહાપ્રસાદ યોજાશે તેમ કથાનું રસપાન કરવા તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા મંદિરના પુજારી મહેશભાઇ જોષી તથા સેવકગણાએે જાહેર નિમંત્રણ આપેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here