૨૪ કલાકમાં ૪૪૦ ડિસ્ચાર્જ, ૧૯ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૮૨૮ : ૬૩ વેન્ટીલેટર પર

0
13
Share
Share

રાજકોટ, તા.૨૯

વૈશ્વિક મહામારી કોરોનાએ દેશમાં વધતા જતા કેસથી આરોગ્ય તંત્રમાં ચિંતામાં વધારો જોવા મળે છે કેન્દ્ર સરકારે કોરોનાના વાયરસને અટકાવવા ૪-૪ લોકડાઉન કર્યા બાદ અનલોક-૧ ના બે દિવસ પૂર્વે કોરોનાના નવા રેકોર્ડ બનાવે છે. જ્યારે ડીસ્ચાજર્ અને મૃત્યુઆંક કાબુ મેળવવામાં આરોગ્ય તંત્રને મહંદઅંશે સફળતા મળી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૨૬ દદર્ી નોંધાયા છે કુલ કેસની સંખ્યા ૩૨ હજારને પાર કરી છે તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૦ દદર્ીઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ ૨૩૨૪૮ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે આજે ૧૯ દદર્ીઓ કોરોનાથી મૃત્યુ થયા છે કુલ મૃત્યુઆંક ૧૮૨૮ પર પહોચ્યો છે. હાલ ૬૯૪૭ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને ૬૩ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કુલ ૩.૬૮ લાખ પરીક્ષણ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના પર કાબુ મેળવવા તંત્રને થોડી સફળતા હાંસલ થઈ છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૬ નવા કેસ નોંધાયા છે કુલ કેસ ૧૫૮૩૧ પર પહોચ્યો છે અને આજે ૯ દર્દીના મોત નિપજ્યા છે તેમજ સુરતમાં દિવસે દિવસે કોરોનાના કેસોની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે અને આજે સુરતમાં નવા પોઝીટીવ દદર્ીનો આંકડો ૨૦૦ ને પાર કર્યો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ જીલ્લામાં નવા કેસ નોંધાયા છે જેમાં રાજકોટમાં ૧૩, અમરેલીમાં ૧૦, સુરેન્દ્રનગરમાં ૯, ભાવનગરમાં ૫, જુનાગઢમાં ૩, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ જીલ્લામાં નવા દદર્ી મળી આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ જીલ્લામાં કુલ ૬૨૬ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩૬, સુરતમાં ૨૦૬, વડોદરામાં પ૦, રાજકોટમાં ૧૩, જુનાગઢમાં ૩, ભાવનગરમાં ૫, મહેસાણામાં ૧૦, અમરેલીમાં ૧૦, પાટણમાં ૨૦, સુરેન્દ્રનગરમાં ૯, જામનગરમાં ૬, આણંદમાં ૧૧, ખેડામાં ૭, ભરૂચમાં ૮, અરવલ્લીમાં ૬, ગાંધીનગરમાં ૨, દેવભૂમીમાં ૨, ગીરસોમનાથમાં ૩, બોટાદમાં ૧ અને સાબરકાંઠામાં ૧, વલસાડમાં ૧ તેમજ અન્ય રાજ્યના ૮ કેસ નોંધાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here