ગુજરાતના મોટા શહેરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે
ગાંધીનગર, તા. ૨૩
રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે ૩૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૮ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન ૨૯૪ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે એકપણ દર્દીઓના મૃત્યુ થયા નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના ૨ લાખ ૬૭ હજાર ૭૬૭ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. પ્રજાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં ૬૯ કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં ૬૭, સુરત શહેરમાં ૬૧, રાજકોટ શહેરમાં ૪૪ કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં ૯ કેસ સામે આવ્યા છે. જામનગરમાં ૮, રાજકોટ ગ્રામ્ય ૭, કચ્છ ૭. આણંદ ૬, ખેડા ૬, મહીસાગર ૬, અમદાવાદ ગ્રામ્ય ૫, ગીર સોમનાથ ૫, સુરત ગ્રામ્યમાં ૫ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૭૮૬ છે. જેમાં ૩૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૨૬૧૫૭૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે ૪૪૦૬ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૭.૬૯ ટકા પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૪૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ કોર્પોરેશન ૬૯
વડોદરા કોર્પોરેશન ૬૭
સુરત કોર્પોરેશન ૬૧
રાજકોટ કોર્પોરેશન ૪૪
વડોદરા ૦૯
જામનગર કોર્પોરેશન ૮
રાજકોટ ૮
કચ્છ ૭
આણંદ ૬
ખેડા ૬
મહીસાગર ૬
અમદાવાદ ૫
ગીર સોમનાથ ૫
સુરત ૫
ભાવનગર કોર્પોરેશન ૪
ગાંધીનગર ૪
સાબરકાંઠા ૪
ગાંધીનગર ૩
જુનાગઢ કોર્પોરેશન ૩
નર્મદા ૩
અમરેલી ૨
ભાવનગર ૨
દેવભૂમિદ્વારકા ૨
મહેસાણા ૨
મોરબી ૨
નવસારી ૨
પંચમહાલ ૨
પાટણ ૨
અરવલ્લી ૧
ભરુચ ૧
છોટાઉદેપુર ૧
જુનાગઢ ૧
તાપી ૧
કુલ ૩૪૮