૨૪ કલાકમાં રાજ્યમાં ૩૧૫ નવા કેસ, એકનું મોત

0
29
Share
Share

રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં જ મનપામાં કોરોના કેસ વધ્યા

ગાંધીનગર, તા. ૨૨

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૩૧૫ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૨૭૨ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ ૨,૬૧,૨૮૧ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૦૬ પર પહોંચ્યો છે.

હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોવિડ-૧૯ ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૩,૫૮૨ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૬૭,૩૦૦ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, બોટાદ, છોટા ઉદેપુર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ ૧૦ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-૧૯ના ૩૧૫ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૨૭૨ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૭.૭૦ ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે ૨,૬૧,૨૮૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧,૭૩૨ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૩૦ છે. જ્યારે ૧,૭૦૨ લોકો સ્ટેબલ છે. ૨,૬૧,૨૮૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૪,૪૦૬ લોકોનાં મોત નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૧૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર  કેસ

અમદાવાદ કોર્પોરેશન  ૭૦

વડોદરા કોર્પોરેશન    ૫૯

સુરત કોર્પોરેશન     ૪૮

રાજકોટ કોર્પોરેશન   ૩૯

કચ્છ  ૧૦

વડોદરા ૯

જામનગર કોર્પોરેશન  ૭

ખેડા  ૭

ગાંધીનગર કોર્પોરેશન  ૬

નર્મદા  ૬

દેવભૂમિ દ્વારકા ૫

ગીર સોમનાથ ૫

ગાંધીનગર    ૪

જુનાગઢ     ૪

સાબરકાંઠા   ૪

સુરત  ૪

અમરેલી     ૩

મહીસાગર    ૩

મોરબી ૩

રાજકોટ     ૩

અમદાવાદ    ૩

આણંદ ૨

જામનગર     ૨

જુનાગઢ કોર્પોરેશન   ૨

તાપી  ૨

ભરુચ  ૧

ભાવનગર કોર્પોરેશન  ૧

દાહોદ ૧

મહેસાણા     ૧

નવસારી     ૧

પંચમહાલ     ૧

કુલ   ૩૧૫

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here