૨૨ વર્ષના પંતમાં ૨૩ વર્ષના ધોનીથી વધારે ટેલેન્ટ છેઃ આશિષ નેહરા

0
34
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને રામ રામ કરી દીધા છે. કેપ્ટન કૂલ ધોનીની આગેવાનીમાં ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય બોલર આશિષ નેહરાએ આ દિગ્ગજ ખેલાડીની સાથે ડ્રેસિંગ રૂમના અનુભવોને શેર કર્યા હતા. ભારતીય ટીમ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં પણ ધોનીના નેતૃત્વ હેઠળ રમી રહ્યો છે. આશિષ નેહરાએ જણાવ્યું કે, મેં પહેલીવાર ૨૦૦૪ની શરૂઆતમાં ધોનીને પાકિસ્તાન જતાં પહેલાં જોયો હતો. તે દિલીપ ટ્રોફીની ફાઈનલ હતી અને મેં વાપસી કરી હતી. પણ ત્યારે કેપ્ટન સૌરવ ગાંગુલીએ મને કહ્યું હતું કે, આશુ ફાઈનલ રમો અને મને જણાવ કે તું કેવું મહેસુસ કરે છે. આ તે મેચ હતી જ્યારે મે ધોનીને પહેલીવાર બોલિંગ કરી હતી. અને મને યાદ નથી કે તેણે કેટલા રન બનાવ્યા હતા. પણ એક વખત જ્યારે તમે ભારત માટે રમો છો તો તમને અંદાજો આવી જાય છે કે તે આગળ કેવું રમશે. તે સમયે મેં જે જોયું,

તેનાથી મને અહેસાસ થયો કે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન જમાવી શકે છે. નેહરાએ ધોનીના એક શોટ વિશે લખ્યું કે, તે સમયે હું સતત ૧૪૦ કિમીની સ્પીડે બોલિંગ કરી રહ્યો હતો અને તેનો એક શોટ ખોટી રીતે બેટને લાગીને બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો. ત્યારે મને તેની તાકાતે ચોંકાવી દીધી હતી. આ ઉપરાંત નેહરાએ કહ્યું કે, જો તમે મને તેની વિકેટકીપિંગ વિશે પુછો છો તો તે નિશ્ચિત રીતે સૈયદ કિરમાની, નયન મોંગિયા કે કિરણ મોરેની નજીક પણ ન હતો. પણ સમયની સાથે તે સારો થતો ગયો અને જ્યારે પોતાનું કેરિયર સમાપ્ત કર્યું ત્યારે તે પોતાના દિમાગ અને ઝડપને કારણે સૌથી ફાસ્ટ હાથવાળો કીપર બની ગયો હતો. નેહરાએ આગળ લખ્યું કે, મેં ઋષભ પંતને મેં ટુર્નામેન્ટમાં જોયો છે, જ્યારે તે ફક્ત ૧૪ વર્ષનો બાળક હતો. મારા પર ભરોસો કરો છે ૨૨ વર્ષના પંતમાં ૨૩ વર્ષના ધોનીથી વધારે ટેલેન્ટ છે, ધોની ૨૦૦૪માં પહેલીવાર ભારત માટે રમ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here