૨૦ ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરશે પીએમ મોદી

0
38
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની ઘોષણા કરશે. આ દેશના વાર્ષિક સર્વેક્ષણનુ પાંચમુ સંસ્કરણ છે. આ આખો કાર્યક્રમ ઑનલાઈન હશે. જેમાં દેશના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ની લિસ્ટ જારી કરવામાં આવશે. આમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઈંદોરથી ૯ એકમોને આમંત્રિત થવા માટે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. આ વખતે પણ સૌથી સ્વચ્છ શહેરમાં ઈંદોર પહેલા નંબરે છે.

વળી, રાજ્યએ આશા વ્યક્ત કરી છે કે ભોપાલ શહેર બીજા નંબરે હશે. ઈંદોર જિલ્લા માટે ખાસ વાત એ છે કે દેસના કેન્ટોનમેન્ટ બોર્ડ એરિયામાંથી એકલા ઈંદોરનો મહૂ કેન્ટ એરિયા જ આ લિસ્ટમાં શામેલ થયો છે. આ સાથે જ જબલપુર, બુરહાનપુર, રતલામ, સીહોર, ભોપાલ, શાહગંજ, કાંટાફોડને પણ ઑનલાઈન કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પહેલા ગયા સોમવારે શહેરી વિકાસ મંત્રાલય તરફથી ૧૨ શહેરો માટે વીડિયો કૉન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યુ છે કે ઈંદોરનો સૌથી પહેલો નંબર છે અને ૨૦ ઓગસ્ટને સ્વચ્છતા સર્વેક્ષણના સ્વચ્છતા સર્વેક્ષણના પુરસ્કારોનુ એલાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here