૨૦૨૨થી પહેલા કોરોનાની રસી મળવી મુશ્કેલઃ ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક

0
18
Share
Share

જિનિવા,તા.૧૬

કોરોના વાઇરસનો માર સહન કરતા દુનિયાન સાત મહિનાથી લાંબો સમય વીતી ગયો છે. હજુ પણ તે કહી શકાય તેમ નથી કે આ જીવલેણ બીમારીથી દુનિયાને ક્યારે છુટકારો મળશે.

કોરોના વાઇરસની પ્રભાવશાળી વેક્સીનની પહેલ અંતર્ગત અલગ અલગ દેશમાં ન્યાય સંગત રીતે રસી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે આવતા વર્ષની મધ્ય સુધીમાં કરોડો ડોઝ તૈયાર કરવા પડશે. એટલે કે ડબલ્યુએચઓ સાથે જોડાયેલા તમામ ૧૭૦ દેશ કે અર્થયવસ્થા કંઇ ના કંઇ તો જરૂર મળશે.

દરમિયાન ઉર્ૐં ની ચીફ સાયન્ટિસ સૌમ્ય સ્વામીનાથનના એક નિવેદને લોકોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. મંગળવારના રોજ તેમણે કહ્યું કે સાન્ય જીવનમાં પાછા ફરવા માટે ૨૦૨૨ સુધીમાં જરૂરી માત્રામાં રસી મળવી મુશ્કેલ છે. હાલ તો પર્યાપ્ત માત્રામાં ડોઝ ઉપલબ્ધ છે. ૨૦૨૧ના અંત સુધીમાં વેક્સીન બે અબજ ડોઝ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવશે.

એવું લાગી રહ્યું કે જાન્યુઆરીમાં સમગ્ર દુનિયાને વેક્સીન મળી જશે અને જીવન ફરી પાટા પર ચડી જશે. ખરેખર એવું નથી થતું. ૨૦૨૧ની મધ્યમાં અમે વેક્સીન રોલઆઉટનું સાચુ મુલ્યાંકન કરીશું, કારણકે ૨૦૨૧ની શરૂઆતમાં આ રસીનું પરિણામ જોવા મળશે.

જોકે, ચીન રસી મામલે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રીવેન્સના વૂ ગિજેનએ મંગળવારના રોજ કહ્યું, નવેમ્બર-ડિસેમ્બર સુધી ચીનને સ્થાનિક રીતે રસી વિકસાવા માટેનો હક મળી જશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાર અઠવાડિયાની અંદર રસી આપવાનો દાવો કર્યો છે. રાજકીય દબાણમાં દવા કંપનીઓ પણ ઇમર્જન્સીમાં રસી ઉપયોગ કરવાનું લાઇસન્સ જારી કરી શકે છે.

સ્વામીનાથને કહ્યું, હાલ જે ટ્રાયલ ચાલી રહ્યાં છે, તેમાં વધારે નહીં તો ઓછામાં ઓછા ૧૨ મહિનાનો સમય તો લાગશે. આ તે સમય છે જ્યાં તમે જોઇ શકો છે કે પ્રાથમિક અઠવાડિયામાં રસીની કોઇ આડઅસર છે કે નહીં. જોકે, આ એક મહામારી છે માટે કેટલીય રેગ્યુલેટર ઇમર્જન્સી વપરસાની યાદી બનાવવા માગશે. અમેરિકાની હ્લડ્ઢછ ટુંક સમયમાં રસીના ઇમર્જન્સી યુઝ માટે ગાઈડલાઈન જારી કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here