૨૦૨૦ માં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર છતાં… આયાત ૬૫ અબજ ડોલરની…..!!

0
25
Share
Share

(જી.એન.એસ, હર્ષદ કામદાર)

વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસે વિશ્વભરમાં ભારે તબાહી મચાવી તેમાં ભારત પણ બાકાત નથી.આવા મહામારીના સમય દરમિયાન દગાખોર મિત્ર ચીને ભારતની સરહદ પર ઊંબાડિયા કરવાનું શરૂ કરી દીધું તો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કાશ્મીરમાં હુમલા વધારે દીધા જ્યારે કે નેપાળની ઓલી સરકારે ભારતીય સરહદ ઉપર ચોકીઓ ઊભી કરીને ભારતને ભીંસમાં લેવાના પ્રયત્નો શરુ કરી દીધા.જેની સામે ભારત સરકારે દુશ્મન દેશોના ઉબાડીયા ખાળવાના હતા જ્યારે કે દેશમાં કોરોના મહામારી નાથવા માટે બાજ નજરે કાર્યવાહીમાં ગળાડૂબ હતી. દરમિયાન આમ પ્રજાને તેમાંય ખાસ તો ગરીબો, અર્ધ મધ્યમ વર્ગ,શ્રમિકો, રોજમદારોને ખાવા માટે તકલીફ ન પડે તે માટે સરકારે અનાજ સહાય આપી અને એ પણ ત્રણેકએકવાર આપી…. પરંતુ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવેલા લાખો શ્રમજીવીયો પાસે રેશનકાર્ડ ન હતા તેઓને સહાય ન મળી…..!બીજી તરફ સરકારની અપીલ છતાં  જે તે સ્થળોના એકમોમાં, જે તે ઉદ્યોગોમાં, સંસ્થાઓમાં કામ કરતા તેમના કર્મચારીઓ-શ્રમજીવીઓને  જે તે સંચાલકો તથા માલીકોએ કોઈ સહાય કે મદદ ન કરી..છતા તંત્રનું આ બાબતો પર ધ્યાનજ ન ગયું. લોકડાઉનના લાંબા સમય બાદ સરકારે અનલોક જાહેર કરી કેટલીક છૂટછાટ આપી તે સાથેજ લાખો શ્રમજીવીઓ-રોજમદારો  પરિવાર સાથે વતન જવા નીકળી પડ્યા અને વતન પહોંચ્યા ત્યારે તેઓને શાંતિ થઈ કારણ કોરોનાના મોતનુ તાડવ અને તેનો ડર તેમનામાં પેસી ગયો હતો. તેમજ તેઓને જોઈતી જીવન જરૂરી સહાય કે મદદ ન મળી….! સમયાંતરે અનલોક સાથે છૂટછાટો જાહેર થતી ગઈ અને ધંધા રોજગાર ખોલવાની મંજૂરી આપવામાં આવી અને ઉદ્યોગોના તાળા ખુલી ગયા પરંતુ જે-તે ઉદ્યોગમાં કામ કરતા શ્રમજીવીઓ વતન પહોંચી ગયેલ જેઓ પરત ન આવતા ઉદ્યોગો ભીંસમાં મુકાઈ ગયા. સરકારે મોટા ઉદ્યોગો, મોટા બજારોને મોટી આર્થિક સહાય કરી પરંતુ દેશમાં સૌથી મોટી સંખ્યા ધરાવતા નાના- મોટા શ્રમજીવીઓ, મધ્યમવર્ગ, મજુર વર્ગને ભૂલી જવાયો તેમને માટે કોઈ પણ આર્થિક સહાય આપવામાં આવી નહી પરિણામે અનલોક પછી નાના-મોટા તમામ પ્રકારના ઉદ્યોગો ખુલ્યા ખરા પરંતુ તેમાં કામ કરનારા ન આવતા ઉત્પાદનો અટકી ગયા કે ઘટી ગયા….! બીજી તરફ લોકોની આવક બંધ હતી એટલે ખીસ્સામાં નાણા ન હતા જેથી બજારો ખુલવા છતાં ખરીદારોના  અભાવે મોટાભાગે બજારો સુમસામ રહેતા હતા…..!

મહામારીના સમયનો લાભ ચીનને લેવો હતો અને વિશ્વના બજારો ઉપર  વર્ચસ્વ જમાવવુ હતું પરંતુ અમેરિકા સહિત વિશ્વના દેશો ચીનની ચાલ સમજી ગયા અને ભારત જેને મિત્ર માનતું હતું તે ચીન મિત્રતાના દેખાડા સામેની દગાખોરી સમજી ગયું તે સાથેજ ચીનને આર્થિક ફટકો આપવા પ્રથમ ઘા કર્યો ચીનની ૫૯ એપ પર પાબંધી કરીને.. જેને કારણે ચીન ગિન્નાયું અને તેના છાપા દ્વારા ભારતને ધમકી આપી દીધી કે દોકલામ યુદ્ધ કરતા આર્થિક યુદ્ધ ખતરનાક હશે ચીન સાથે વેપાર કરવો ભારતને ભારે પડશે. ત્યારે બીજી તરફ દેશના લોકોએ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અભિયાન શરૂ કર્યું તો અનેક દેશોએ પણ ચીની ઉત્પાદનો ન સ્વીકારતા દરેક દેશના દરિયાઈ બંદર પર મોટા ગંજ ખડકાઈ ગયા હતા….! આ બધું છતાં નોંધનીય બાબત એ હતી કે ભારત  ચીનથી ૬૫ અબજ ડોલરની ચીની ઉત્પાદનોની આયાત કરે છે અને નિકાસ માત્ર ૧૬ અબજ ડોલરની છે. તો સરકારે સ્વનિર્ભર અને લોકલ ટુ લોકલનો મંત્ર આમ પ્રજાને આપ્યો…. પરંતુ દેશભરમાં મોબાઈલ બજારમા ૭૬ ટકા ચીની માલ છે જ્યારે કે ઓટો મોબાઈલ ક્ષેત્રમાં ૨૭% સ્પેરો પાર્ટ  ચીનના વપરાય છે…. આને શું કહીશું….?!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here