૨૦૨૦ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સન્માનિત કરાયા

0
34
Share
Share

ગાંધીનગર,તા.૨૪

ગાંધીનગર ખાતે વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્યને ગૃહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવાનું નક્કી કરાયું, જે અંતર્ગત ગુજરાત વિધાનસભામાં ૨૦૨૦ માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ૨૦૧૯ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને ધારાસભ્યોએ રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ છે. તેમને ૧.૫ કીલો ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે આપવામાં આવી છે. બેસ્ટ ધારાસભ્યની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહમાં કરવામાં આવી. બેસ્ટ એમએલએનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતાઓએ પોતાના ધારાસભ્ય મોહનસિંહ તેમજ ભુપેન્દ્રસિંહને અભિનંદન આપ્યા હતા. સાથે જ કહ્યું કે, આવનારા યુવા ધારાસભ્ય માટે આ એવોર્ડ મહત્વની પહેલ છે અને તેવો ગૃહમાં પોતાની જવાબદારીથી કામ કરશે. તો નીતિન પટેલે પ્રતિક્રિયા આપી કે, વિધાનસભામાં આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. અનેક મહાનુભાવો ગુજરાત વિધાનસભામાં સેવા આપી ચુક્યા છે,રાજય સરકાર અને ગુજરાત વિધાનસભા દ્વારા જુના મંત્રીઓ કે ધારાસભ્યને યાદ કરવાની પ્રણાલી હતી નહીં લોકોને પદ્મ વિભૂષણ સહિત અન્ય એવોર્ડ મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here