૨૦૧૯માં દરરોજ ૩૮૧ લોકોએ કરી આત્મહત્યાઃ NCRB ડેટા

0
18
Share
Share

આત્મહત્યાના ૩૨.૪% કેસોની પાછળ પારિવારિક વિવાદ

ન્યુ દિલ્હી,તા.૦૨

રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯માં દરરોજ સરેરાશ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી. આ રીતે આખા વર્ષમાં કુલ ૧,૩૯,૧૨૩ લોકોએ પોતાનો જીવ લઈ લીધો. એનસીઆરબીના આંકડાઓ અનુસાર, ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં આત્મહત્યાના મામલામાં ૩.૪%ની વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે જ્યાં ૧,૩૯,૧૨૩ લોકોએ આત્મહત્યા કરી હતી, તો ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬ લોકોએ અને ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭ લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનાના ૪૯.૫ ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં, ૫૦.૫ ટકા કેસ ૨૪ રાજ્ય અને ૭ કેન્દ્રશાસિત પ્રદશોમાં સામે આવ્યા છે.

ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનો દર ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાનો વધારો નોંધાયો છે. શહેરોમાં આત્મહત્યાનો દર ૧૩.૯ ટકા રહ્યો, બીજી તરફ સમગ્ર દેશમાં આત્મહત્યાનો દર ૧૦.૪ થી ઘણો વધારે છે. ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, જ્યારે ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬ આત્મહત્યા નોંધવામાં આવી હતી. આત્મહત્યાનો દર (એક લાખની વસ્તી પર)માં પણ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એનસીઆરબીના ડેટા મુજબ, ૧૦૦ લોકોમાં ૭૦.૨% પુરુષ અને ૨૯.૮% મહિલાઓએ આત્મહત્યા કરી. ફાંસીથી ૫૩.૬ ટકા, ઝેર ખાઈને ૨૫.૮ ટકા, ડૂબવાથી ૫.૨ ટકા અને આત્મદાહ કરીને ૩.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી.

આત્મહત્યાના ૩૨.૪% કેસોની પાછળ પારિવારિક વિવાદઃ એનસીઆરબીના ડેટા મુજબ, તેમાંથી આત્મહત્યાના ૩૨.૪% કેસો પાછળ પારિવારિક વિવાદ કારણ હતા. ૫.૫% આત્મહત્યાની પાછળ લગ્ન અને ૧૭.૧% આત્મહત્યા પાછળ બીમારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here