૨૦,૦૦૦ કરોડનું ટેન્ડરઃ બુલેટ ટ્રેન કોરિડોરના વાપી-વડોદરા હિસ્સા માટે

0
21
Share
Share

સુરત,તા.૨૪

અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરાથી વાપીના ૨૩૭ કિલોમીટરના વિસ્તાર માટે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા ૨૦,૦૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનના કહેવા મુજબ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું મોટું કામ છે અને તેમા ગુજરાતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ હિસ્સાના ૪૭ ટકા હિસ્સાનો સમાવેશ થાય છે. આ કોરિડોરમાં બનનારા ચાર સ્ટેશનમાં વડોદરાની સાથે વાપી, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે.

તેની ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ બિડર્સે ભાગ લીધો છે. તેમા કુલ સાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓનો સમાવેશ થાય છે. તેમા લાર્સન એન્ડ ટુબ્રોએ જ એક જ કંપની છે જેણે વ્યક્તિગત બોલી લગાવી છે. બાકીની કંપનીઓએ સંયુક્ત સાહસમાં બોલી લગાવી છે. બાકીની કંપનીઓએ સંયુક્ત સાહસમાં બોલી લગાવી છે. આ સિવાય ટાટા પ્રોજેક્ટ, એનસીસી, જે.કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્‌સ, એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇરકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જેએમસી પ્રોજેક્ટ્‌સ ઇન્ડિયાએ સાથે મળીને બોલી લગાવી છે.

નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનના કહેવા મુજબ સફળ બિડરે ૨૩૭ કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં ૩૦ રસ્તા પર અને ૨૪ નદી પર બાંધકામ કરવુ પડશે. પ્રોજેક્ટના ૮૩ ટકા જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હસ્તાંતરણ કરી દેવાઈ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે ૫૦૮ કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. તેમા ૩૪૯ કિલોમીટરનો વિસ્તાર ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ માટે થયેલા વિરોધ સહિતના પરિબળના લીધે સમગ્ર પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ આ પ્રોજેક્ટ અંગે નારાજગી છે. તેની સામે સરકારનો દાવો છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના લીધે ૯૦,૦૦૦ લોકોને રોજગારી મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here