૨૦માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં

0
25
Share
Share

૮ ડિસેમ્બરથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી થયો જેનાથી લોકોને હાલમાં થોડી રાહત મળશે

નવી દિલ્લી, તા. ૨૭

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત ૨૦માં દિવસે પણ કોઈ ફેરફાર નથી થયો. આના પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ૬ દિવસ સુધી વધ્યાં હતાં. આજે તેલ માર્કેટિંગ કંપનીયોએ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.

આનાથી પહેલાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ૪૮ દિવસો સુધી નહોંતી બદલાઈ. ત્યાર પછી ૨૦ નવેમ્બરથી ભાવ વધારાની શરૂઆત થઈ. એ દરમિયાન ૧૭ વખત ભાવમાં વધારો થયો. તમને જણાવી દઈએકે, માર્ચ પછી પહેલીવાર સપ્ટેમ્બરમાં ડીઝલના ભાવમાં કાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે તેલ માર્કેટિંગ કંપનીઓએ ૮૨ દિવસો સુધી ભાવમાં ફેરફાર નહોંતો કર્યો. તેમને વધેલી રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને તેલના ગગડી રહેલાં ભાવ સાથે એડજસ્ટ કરવાની હતી.

જોકે, ૨૦ નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૭ વાર વધારો કર્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ ૧૭ દિવસો દરમિયાન ૨.૬૫ રૂપિયા પ્રતિ લીટર વધી હતી. જ્યારે ડીઝલનો ભાવ ૩.૪૦ રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ આ સ્તર પર સપ્ટેબર ૨૦૧૮માં ગયા હતા.

આજે સતત ૨૦માં દિવસે પણ દિલ્લીમાં પેટ્રોલનો ભાવ ૮૩.૭૧ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં ૯૦.૩૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૮૫.૧૯ રૂપિયા પ્રતિ લીટર છો. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ૮૬.૫૧ રૂપિયા પ્રતિ લીટર છે. આજ રીતે ડીઝલના ભાવ પણ કાલે જે હતા એજ મુજબ છે.

તમે SMSના માધ્યમથી પણ પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જાતે જાણી શકો છો. ઈંડિયન ઓઈલે આપને આ સુવિધા આપેલી છે. તમે તમારા મોબાઈલમાં ઇજીઁ અને પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો કરંટ ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ હોય છે. જે તમનેર્ ૈંંઝ્ર પોતાની વેબસાઈટ પર આપે છે.

નિયમિત રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય છે અને નવી કિંમત લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને બાકી ઘણી બધી વસ્તુઓ જોડ્યા પછી તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલનો ભાવ

શહેર   આજનો ભાવ

દિલ્લી  ૮૩.૭૧

મુંબઈ  ૯૦.૩૪

કોલકાતા       ૮૫.૧૯

ચેન્નઈ  ૮૬.૫૧

ડીઝલનો ભાવ

શહેર   આજનો ભાવ

દિલ્લી  ૭૩.૮૭

મુંબઈ  ૮૦.૫૧

કોલકાતા       ૭૭.૪૪

ચેન્નઈ  ૭૯.૨૧

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here