૧ કરોડની ખંડણી વસૂલનાર ગેંગનો મુખ્ય સુત્રધાર પિતાનો ધંધાર્થી મિત્ર નીકળ્યો

0
30
Share
Share

સુરત,તા.૩૦

સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદમાં ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાનો ૩૬ વર્ષીય પુત્ર કોમીલનું સવારે અપહરણ થયું હતું. ઉમરા પોલીસ, એસઓજી અને ડીસીબીની ૮ ટીમે ૧૨ કલાકમાં ૮ અપહરણકર્તાને ઝડપી ૧.૧૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સુત્રધાર ઈર્શાદ વેપારી અનવર દૂધવાલાનો ધંધાર્થી મિત્ર હતો. દેવું થતા કોમીલનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. કોમીલ તેના પિતા સાથે રાજમાર્ગ પર બ્રાન્ડેડ બેગનો વેપાર કરતો હોય મુખ્ય સૂત્રધાર ઈર્શાદ ઉર્ફે છોટુ મુલતાની બેગ લેવા આવતો હતો. હોડી બંગલા ખાતે ઈસ્તિયાક શેખની આમલેટની લારી પર ઈર્શાદે ૧૦ દિવસ પહેલા પ્લાન બનાવી ૪ દિવસ પહેલા રેકી કરી હતી.

કોમીલના અપહરણ બાદ ખંડણી માટે વારંવાર કોલ આવતા પોલીસે પરિવાર સાથે આરોપીઓને ૧ કરોડ આપવાનું નક્કી કરી મોબાઇલ સર્વલન્સની મદદ લીધી હતી. અપહરણકર્તા કારમાં કોમીલને સુરત જિલ્લામાં ફેરવતા હતા ત્યારે તડકેશ્વરમાં તેને ડરાવવા ૧ રાઉન્ડ જમીન પર ફાયરિંગ કર્યું હતું. સુરત પોલીસની કામગીરી બદલ સરકારે ૧ લાખ પ્રોત્સાહન પુરસ્કારની પણ જાહેરાત કરી છે. ગત ગુરૂવારે રોજની જેમ કોમીલ બાઇક પર વહેલી સવારે ૬.૫૪ કલાકે જીમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતા જ ૩૫૦ મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમી પાડતા અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી.

ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરજસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં પોલીસને પુત્રની બાઇક અને બુટ પડેલા મળી આવ્યા હતાં. નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતા એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જો કે કારનો નંબર દેખાતો ન હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here