૧ અબજ ભારતીયો કોરોના વાયરસથી સંક્રમિત થશે..!!

0
20
Share
Share

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલની ગંભીર ચેતવણી

માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગથી આ મહામારીને નિયંત્રિત કરી શકાય,દેશમાં ૮૦-૮૫ ટકા લોકો એવા છે જે સરળતાથી કોરોનાની ઝપેટમાં આવી શકે છે, ઝડપથી વધી રહેલા કેસોની વચ્ચે પણ હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાંઃ ડૉ. વી કે પૉલ

ન્યુ દિલ્હી,તા.૨૪

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નીતી આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલનું કહેવું છે કે જો લોકો સાવચેતી રાખશે નહીં તો ભારતની લગભગ ૮૫ ટકા વસતી એટલે કે એક અબજની વસતીને કોરોનાથી સંક્રમિત થઇ શકે છે.

ડૉક્ટર પૉલે કહ્યું કે લોકોને હવે માસ્ક, સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું કડક પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે દેશમાં આશરે ૮૦-૮૫ ટકા લોકો એવા છે જે સરળતાથી કોરોના વાયરસની ઝપટમાં આવી શકે છે. જો તહેવારની સીઝનમાં ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો લોકો સરળતાથી કોરોનાના ભરડામાં આવી જશે. દેશમાં કોવિડ -૧૯ કેસ વધી રહ્યા છે અને વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

ડૉક્ટર પૉલે કહ્યું કે વાયરસની પાછળનું વિજ્ઞાન એવું છે કે તે એક વ્યક્તિથી પાંચ લોકોમાં અને પાંચ લોકોથી પચાસ લોકોમાં ફેલાય છે. તેમણે કહ્યું કે ઝડપથી વધી રહેલા કેસોની વચ્ચે પણ દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

ડૉક્ટર પૉલે કહ્યું કે કોઈ પણ વાયરસને રોકી શકે નહીં પરંતુ આપણે ચોક્કસ નિયમોનું પાલન કરીને ચોક્કસપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે આ મહામારીને માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટેંસિંગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

તો ICMR ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ૮૦-૮૫ ટકા ભારતીયો અતિસંવેદનશીલ કેટેગરીમાં છે અને બાકીના ૧૫ ટકા લોકો કાં તો કોરોનાથી સંક્રમિત થઇ ચૂકયા છે અથવા તો તેઓમાં વાયરસથી લડવા માટે સારી ઇમ્યુનિટી છે.

થોડાંક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન એ કહ્યું હતું કે હર્ડ ઇમ્યુનિટી બનાવામાં હજુ સમય લાગશે, આથી સરકારનું ધ્યાન મહામારીને રોકવા માટે હોસ્પિટલોના સંચાલન અને કંટેનમેંટ માટે કોઈ રણનીતિ બનાવવા પર છે. સરકારના જણાવ્યા અનુસાર સેરો સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગની વસતી કોરોના વાયરસના જોખમના દાયરામાં છે.

ICMRના રાષ્ટ્રીય સેરોલોજિકલ સર્વેના પરિણામો અનુસાર મોટાભાગની વસતી ચેપ માટે અતિસંવેદનશીલ છે તેથી ભારતે સંક્રમણને રોકવા માટે ભારતને જરૂરી રીતે એક સાર્વજનિક સ્વાસ્થ્ય રણનીતિ બનાવી પડશે.

ICMRનું કહેવું છે કે વારંવાર વસતી આધારિત સેરો સર્વેક્ષણો કરવાથી એ જાણવામાં સરળતા રહે છે કે મહામારી પ્રત્યે આપણી રણનીતિ કંઇ દિશામાં જઇ રહી છે અને આપણે તેનું સાચું મૂલ્યાંકન કરી શકીએ છીએ. સેરે સર્વે ૮૦થી વધુ જિલ્લામાં લગભગ ૨૮૦૦૦ લોકો પર કરાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here