૧૮નવેમ્બર ૧૯૬૨ ના રોજ રેંજાગલા માં માતૃભુમીની રક્ષા કાજે ચીન સાથે ના યુદ્ધ માં આહીરોએ શહીદી વહોરી ને દેશના સીમાડા સાચવ્યા

0
172
Share
Share

રેંજગલા માં આજે પણ ૧૧૪ શહીદો નુ સ્મારક ‘‘આહિર ધામ ‘‘ તેની સાક્ષી રુપે હયાત છે.

આ દિવસ ને આહીરો ‘‘આહિર શોર્ય દિવસ‘‘ તરીકે ઉજવી  વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપે છે.

માતૃભૂમિની રક્ષા માટે સમગ્ર દેશ માંથી આર્મી માં આહિર રેજિમેન્ટ બનાવવા ઉઠતી પ્રબળ માંગ

ભારત અને ચીન વચ્ચે ની વિવાદિત સરહદો ને કારણે વારંવાર ચીન સાથે ભારતીય સેનાનું ઘર્ષણ થતુ જોવા મળે છે. ૧૯૬૨મા પણ ભારત અને ચીન વચ્ચે જમ્મુકાશ્મીર ના લેહ-લદાખ થી હિમાચલ સુધી ની સીમા પર હુમલો કર્યો અને ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું જેમાં ચીન ની સૈન્ય તાકાત સામે ભારત નબળું હોવાથી ભારત ની હાર થઇ હતી. પરંતુ આ યુદ્ધ માં મહત્વ નો પોઇન્ટ એ રેઝાન્ગલા નો પહાડી વિસ્તારમાં થયેલા ભારત ચીન ના યુદ્ધ નો ઇતિહાસ દેશના આહીર (યાદવ )સમાજ ઉપરાંત સમગ્ર દેશ વાસીઓ ગર્વ લઇ શકે તેવો છે.

ભારત ચીન વચ્ચે ના યુદ્ધ માં ભારત ને ચીની સૈનિકો એ ભારત ની સરહદ ની અંદર આવીને ઘેરી લઇ હુમલો કાર્યો અને દેશ પરાજય તરફ ધકેલાઈ રહ્યો હતો ત્યારે લેહ લદાખ ના  ૧૬૦૦મીટર ઉંચા શિખર ની ટોચ ઉપર આવેલા રેઝાન્ગલા વિસ્તારમાં કુમાઉ રેજિમેન્ટ ની ચાર્લી બટાલિયન ની મેજર શેતાનસિંહ ભાટી ની એક ટુકડી દેશની સરહદ ની રક્ષા કાજે હિમાલય ની હિમશીલા ઓમાં બરફ વર્ષા વચ્ચે કડકડતી ઠંડી માં દેશના સીમાડા ની રક્ષા કરી રહી  હતી. આ ટુકડી માં કુલ ૧૨૦જવાનો હતા આ તમામ જવાનો રાજસ્થાન અને હરિયાણા ના યાદવ(આહિર )યોદ્ધાઓ હતા.જેમાં થી હરિયાણા ના રેવાડા ના જવાનો ની સંખ્યા સૌથી વધુ હતી. આ જવાનોનો શારીરિક બાંધો ખુબ જ મજબૂત હતો. એટલે કે એના કદ અને કાઠી બોક્સિંગ અને કુસ્તીના ખેલાડીઓ જેવા ખુબ જ મજબૂત હતા.આ યુવાનો ની બટાલિયન ચીન સાથેના યુદ્ધ ની શરુવાત થી જ આ કુમાઉ રેજિમેન્ટ ની ચાર્લી કંપની ને લદાખ ના રેંજગલા વિસ્તારમાં આવેલી ચીન સરહદે  મોરચો  સાંભળવા હુકમ કરવામાં આવ્યો હતો. આ સમય નવેમ્બર ૧૯૬૨નો સમય શિયાળા ની શરુવાત માં લદાખ ના વિસ્તારો માં બરફ વર્ષા ની સાથે કડકડતી ઠંડી અને માયનસ ડિગ્રી તાપમાન માં અતિ ઠંડા પવનો ને કારણે પુરતુ રક્ષણ ના હોવાથી  આ ટુકડી ના જવાનો ના ચહેરા પણ કાળા પડી ગયા હતા. આ કંપની ના બે સભ્યો નિહાલસીંગ અને રામચંદ્ર યાદવ ના એક ટીવી  ઇન્ટરવ્યૂ માં જણાવેલ એ યુદ્ધ ના અંશો મુજબ આ હિમાલય ની પહાડીઓ માં માયનસ  ડિગ્રી માં  તાપમાન હતુ  તે સમયની ઠંડી માં પાણી પણ બરફ થઇ ગયુ  હતુ. તે પણ પીવા માટે ગરમ કરી બરફ ઓગાળી ને પીવાની નોબત આવતી હતી. આ ટુકડી ના જવાનો પાસે આ ઠંડી થી રક્ષણ મેળવવાં પૂરતા ગરમ વસ્ત્રો કે અન્ય સામગ્રી પણ પૂરતા પ્રમાણ માં ના હતા અને આવી ભયંકર ઠંડી નો ક્યારેય અનુભવ પણ ના હતો. ૧૮નવેમ્બર ની રાત્રી  એ ૩ઃ૩૦કલાકે જયારે ૩૦૦૦હજાર જેટલાં ચીની સૈનિકો એ રેંજગલા સરહદ પર ભારે શાસ્ત્રો સાથે હુમલો કાર્યો તેની સામે ભારત ના કુમાઉ રેજિમેન્ટ ની ચાર્લી બટાલિયન ના આ મેજર શેતાનસિંહ ની પાસે પૂરતા પ્રમાણ માં તેની સામે લડવા માટે ના હથિયાર પણ ના હતા. અને સૈનિકો નુ સંખ્યાબળ પણ ખુબ ઓછુ હોવાના કારણે ત્યારે મેજર દ્વવારા હેડ ક્વાટર માં જાણ કરી વધુ સૈન્ય મદદ માંગવામાં આવી ત્યારે અન્ય બીજી દિશાઓ થી પણ ચીન દ્વવારા હુમલો કરવામાં આવતા વધુ સૈન્ય કે હથિયાર આપવાના બદલે સરહદ નો એ પોઇન્ટ છોડી દેવા જણાવવા માં આવ્યુ પરંતુ રાજસ્થાન ના આ રાજપૂત મેજર શેતાનસિંહ અને તેના ૧૨૦યાદવો ની ટીમ નો માતૃભૂમિ ના રક્ષણ  માટે પ્રાણ આપવાની તૈયારી હતી પરંતુ પીઠ બતાવવા ની તૈયારી ના હતી. વાત ને અવગણી મેજર દ્વવારા જવાનો નો જુસ્સો વધારી ચીન ના સૈનિકો સામે લડવાની તૈયારી કરી.  કોઈ મદદ  વગર ચીન ના ભારે સૈન્ય સામે લડવું એ થી મોટી બહાદુરી બીજી કઈ હોય શકે ! આ આહિર જવાનો અને મેજર શેતાનસિંહ  ના લોહી નો કણ કણ  અને દરેક શ્વાસ  માતૃભૂમિ ની રક્ષા માટે વિધાતા એ લખ્યો હોય અને જન્મ દેનારી માં ના ધાવણ માં પણ દેશદાજ થી ભરેલા તત્વો પોતાના શરીર માં સમાવ્યા હોય તેવો જુસ્સો અને જોમ આ સૈન્ય બટાલિયન માં દેખાતું હતુ. આ રેઝાન્ગલા વિસ્તાર ટોચ પર આવેલો હોવાથી દુશ્મન નો પર હુમલો કરવો અને હુમલાનો વળતો જવાબ આપવો ખુબ સરળ રહેતો હતો. પરંતુ રાત્રે ૩ઃ૩૦કલાકે ચીન દ્વવારા આ વિસ્તારમાં મોટા સૈન્ય સાથે હુમલો કરવામાં આવ્યો આ હુમલો માં ચીન નુ સૈન્ય લહેર ની જેમ વિભાજીત કરેલું હતુ આવી ચાર લહેર ને શરુવાત ના તબક્કે ભારતીય કુમાઉ રેજિમેન્ટ ની આ ચાર્લી ટુકડી એ પરાજિત કરી. ત્યારે આ જવાનો નો જુસ્સો ખુબ વધ્યો અને મેજર દ્વારા પણ એ જુસ્સો વધારવા પુરા પ્રયત્ન કરાયા પરંતુ મેજરે ચેતવતા જવાનો ને એવુ કહ્યુ  કે આ  આપડો વિજય નથી એ લુચ્ચું ચીન હજુ મોટા હુમલા  કરશે અને ત્યાર બાદ ફરી હુમલા થયા અને સતત ચાર કલાક આ લડાઈ ચાલી તેમાં સવાર સુધી આ બહાદુર જવાનો એ ચીન ને હફાવ્યુ. ત્યારે ચીને પોતાનો પ્લાન બદલી બીજી બાજુથી ઘુસી રેંજગલા ની સરહદ માં પાછળ થી હુમલો કાર્યો ત્યારે મેજર સહીત મોટાભાગ ના જવાનો ગંભીર ઘાયલ થયા અને ઘણા જવાનો એ દેશની રક્ષા કાજે શહીદી વહોરી હતી. પરંતુ આ જવાનો એ અંતિમ શ્વાસ સુધી પોતાના શરીર માં ગોળીઓ લાગી હતી,

હાથ,  પગ અને અન્ય શરીર ના અંગો માંથી લોહી વહેતુ હોવા છતાં તેને હથિયાર થી સતત ગોળીઓ દ્વારા હુમલા કરવામાં પાછી પાની કરી ના હતી. ત્યાર બાદ  આ સમયે  ભારતીય આ ચાર્લી ટુકડી પાસે હથિયાર ખૂટવા આવ્યા હતા. શહીદી વહોર્યાં વગર વધેલા જવાનો એ ચીની સૈનિકો સામે હાથા હાથ ની લડાઈ લડી ને સીમાડા ના રક્ષણ કરવા સિવાય કોઈ વિકલ્પ ના હતો ત્યારે હરિયાણા ના આ પહેલવાન કદ કાઠી માં મજબૂત આહિર જવાનો એ હાથા હાથ ની લડાઈ માં બંને હાથ માં એક એક ચીની સૈનિકો ને ઉઠાવી ને સામસામે માથા ભટકાવી ને માર્યા હતા. આ ૧૨૦જવાનો ૧૩૧૦જેટલાં ચીની સૈનિકો સામે છેલ્લા શ્વાસ સુધી લડ્યા પરંતુ હિંમત ના હારી.અને ચીની સૈનિકો નો ખાત્મો કાર્યો. તેમાંથી ૧૧૪જવાનો એ માં ભોમ ની રક્ષા કાજે શહીદી વહોરી અને સીમાડા સાચવ્યા.આ યુદ્ધ માં સામેલ દુશ્મન દેશ ના જવાનો કે જેને બે બે જવાનો ના માથા ભટકાવી મોતને ઘાટ ઉતાર્યા એ દ્રશ્યો યાદ કરી આજે પણ ચીનનુ સૈન્ય એ ઘટના અને બહાદુરી યાદ કરતુ હશે અને એક વાર ભારત દેશના આ જવાનો ની તાકાત પર વિચારતું હશે.આ યુદ્ધ ના  જીવીત જવાનો માંથી નિહાલસીંગ અને રામચંદ્ર યાદવ યાદવ ના ટીવી ચેનલો ને આપેલા ઇન્ટરવ્યૂ પર થી એપિસોડ સાંભળતા આજે પણ આ આહીરો ની દેશ માટેની લડાઈ ની કહાની સાંભળી રુવાડા ઉભા કરી આપે છે એવા શોર્ય અને બલિદાન માટે કાયમી દેશની રક્ષા કાજે પોતના પ્રાણની પણ આહુતિ આપનાર આ જવાનો ની યાદ માં આજે પણ રેંજગલા માં ‘‘આહિર ધામ ‘‘ રુપે આ ૧૧૪જવાનો નુ શહીદી સ્મારક બનાવવા માં આવ્યુ છે. આજે પણ આ કુમાઉ રેજિમેન્ટ ની આ ચાર્લી કંપની ને રેંજગલા નામ અપાયું છે. આજ યુદ્ધ પરથી એ મેરે વતન કે લોગો  જરા યાદ કરો કુરબાની ગીત માં વપરાયેલા શબ્દો  ‘‘દસ દસ કો એક ને મારા ‘‘ લખાયા છે એ આ ઘટના ની સાક્ષી પુરે છે.  આ માં ભોમ ના કાજે શહીદી વહોરનાર ૧૧૪જવાનો ઉપરાંત સમગ્ર દેશ માં અનેક જવાનો શહીદી વહોરી હતી.આ શહીદ વીર આહિર જવાનો અને મેજર શેતાનસિંહ ને કોટી કોટી વંદન સાથે માં ભરતી ને પ્રાર્થના કે દેશના દરેક યુવાન ને દેશ માટે આવી લડાઈ લડવાની શક્તિ અને પ્રેરણા આપે. આવા શોર્ય અને બલિદાન ને કાયમી યાદ રાખવા અને આવનારી પેઢી ને યાદ આપવવા ૧૮નવેમ્બર ના દિવસ ને સમગ્ર દેશ માં યાદવ (આહિર )સમાજ ‘‘આહિર શોર્ય દિવસ‘‘ તરીકે ઉજવે છે. આ ઉપરાંત દેશ માં આજે પણ અનેક આહિર જવાનો માં ભોમ ની રક્ષા માટે દેશની આર્મી માં ફરજ બજાવે છે ત્યારે સમગ્ર દેશના આહિર (યાદવ )સમાજ દ્વવારા  ‘‘આહિર રેજિમેન્ટ ‘‘ ભારતીય સૈન્ય માં બનવવા ની માંગ છેલ્લા ઘણા સમય થી ચાલી આવે છે તે યુવાનો ની જાગૃતિ ના કારણે સામાજિક અને રાજકીય સહકાર થી ખુબ મજબૂત બની છે.આ માંગણી માટે આહીર સમાજ ના યુવાનો અને વિવિધ સંસ્થાઓ કાર્ય કરી રહી છે.  વર્ષ ૨૦૧૮માં આ દિવસે અમદાવાદ ના ૠખઉઈ ગ્રાઉન્ડ માં સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્યા માં આહિર સમાજ ના ગામડે ગામડે થી લોકો એ ભેગા મળી સંમેલન રુપે ભારતીય સૈન્ય માં આહિર રેજિમેન્ટ બનવવા ની માંગણી કરી હતી. ૨૦૧૯માં રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડ માં  ગુજરાત ના મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણી અને અન્ય મંત્રીઓ ના મહેમાન પદે આહિર શૌર્ય દિવસ ની ઉજવણી માં પણ મોટી સંખ્યા માં લોકો એકત્ર થઇ સંમેલન રુપે આહીર રેજિમેન્ટ ની માંગ કરાઈ હતી. દેશની સંસદ માં પણ આહિર સમાજ ના સંસદ સભ્યો દ્વારા પણ આહિર રેજિમેન્ટ ની માંગણી કરાઈ છે. આ ઉપરાંત ગુજરાત ના સફળ આંદોલનકારી એવા જન અધિકાર મંચ ના પ્રમુખ પ્રવીણ રામ દ્વવારા સોમનાથ ના ભાલકાતીર્થ થી દિલ્હી સુધી ની યાત્રા કરી આહિર રેજિમેન્ટ ની માંગણી કરાઈ છે. આ ઉપરાંત રાજ્ય ના નામાંકિત ગાયક  કલાકારો  દ્વવારા આ વીરતા ભરી શહીદી પર ગીત બનાવી લોકો વચ્ચે મૂકી દેશ ના વીર જવાનો ની શોર્યતા ને યાદ કરી આહીર રેજિમેન્ટની માંગ કરાઈ છે.ચાલુ વર્ષ ૨૦૨૦માં પણ કોરોના કાળ માં સંમેલન કે મેળાવડો ના યોજતા સમગ્ર દેશના આહિર સમાજ દ્વારા આ દિવસે સાંજે છ વાગ્યે ઘરે દીપ પ્રગટાવી ને શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા  બે મિનિટ નુ મૌન પાડી ને આહિર રેજિમેન્ટ ની માંગણી ને સમર્થન આપવામાં આવે તેવા કાર્યક્રમ નુ આયોજન કરાયું છે.  દેશ નો આ પેહલો એવો સમાજ છે જે દેશ કાજે લડવા દેશના લશ્કર માં જોડાવા માટે થનગનતા યુવાનો માટે રેજિમેન્ટ માંગી રહ્યો અને માંગણી પણ યોગ્ય છે કે દેશ માટે જે સમાજ ના યુવાનો એ પોતાના બલિદાન આપ્યા હોય તેના નામ પર ભારતીય સૈન્ય માં  રેજિમેન્ટ બનવવા ની માંગ થાય એ ગર્વ ની વાત પણ કહી શકાય. જે માંથી અન્ય લોકો પણ દેશ માટે લશ્કર માં જવા પ્રેરિત થશે ઉપરાંત બહાદુરી અને શોર્ય ના કિસ્સા આવનારી પેઠી ને દેશમાટે લડવાની પ્રેરણા પુરી પડે છે. ત્યારે આ આહિર શોર્ય દિવસે દેશ માટે શહીદી વહોરનાર તમામ જવાનો ને કોટી કોટી વંદન.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here