૧૭મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, જાણીઓ તેમના જીવન અને પ્રધાનમંત્રીના બીજા કાર્યકાળ વિશે

0
19
Share
Share

લેખકઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

કોલમઃ- વંદનાનું વૃંદાવન

નરેન્દ્ર દામોદરદાસ મોદી… એક એવુ નામ કે જેનો પરીચય આપવા બેસો તો આખુ પુસ્તક લખાઇ જાય. ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવી રહ્યો છે ત્યારે આપણે તેમના જીવન તથા પ્રધાનમંત્રી તરીકેના બીજા કાર્યકાળની થોડી વાત કરીશુ.  નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦નાં રોજ ગુજરાતનાં વડનગરમાં થયો અને ઉછેર ગરીબીમાં થયો હતો, પ્રેમાળ કુટુંબ નાણાની તંગી વચ્ચે પણ હળીમળીને’ રહેતું હતુ. જીવનની પ્રારંભિક અવસ્થામાં એમને મહેનતનું મૂલ્ય શીખવા મળવાની સાથે સામાન્ય નાગરિકોની ટાળી શકાય એવી સમસ્યાઓ પણ જાણવા મળી. એનાથી તેઓ યુવાવસ્થામાં જ લોકો અને દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. પોતાનાં શરુઆતનાં વર્ષમાં તેમણે રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કર્યું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી. મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ કર્યું હતું. નરેન્દ્ર મોદી લોકોના નેતા’ છે, જે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારી વધારવા સમર્પિત છે. એમના માટે લોકોની વચ્ચે રહેવું, તેમની સાથે ખુશીઓ વહેંચવી અને તેમનાં દુઃખો દૂર કરવાથી વિશેષ સંતોષની બાબત બીજી કોઈ નથી. તેઓ લોકો સાથે અંગત સંપર્ક’ જાળવવાની સાથે-સાથે ઓનલાઇન માધ્યમોમાં પણ સારી હાજરી ધરાવે છે. તેઓ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મિડીયાના અન્ય ફોરમ પર સક્રિય છે. રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. તેઓ દિવસની શરુઆત યોગથી કરે છે, જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે. હવે વાત કરીએ તેમના પ્રધાનમંત્રી તરીકેના બીજા કાર્યકાળની તો ૩૦ મે, ૨૦૧૯નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધાઅને પ્રધાનમંત્રી તરીકે મોદીના બીજા કાર્યકાળની શરુઆત થઇ. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી મોદીએ અગાઉ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી અને તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, ૨૦૦૧ થી મે, ૨૦૧૪ સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ ધરાવે છે. વર્ષ ૨૦૧૪ પછી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે વિક્રમી વિજય મેળવ્યો અને તેનો શ્રેય નરેન્દ્ર મોદીને જ જાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’નાં મંત્ર સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરુ કરી.. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે. ભારતમાં વિશ્વનો સૌથી મોટો આરોગ્યલક્ષી કાર્યક્રમ આયુષ્માન ભારત ચાલી રહ્યો છે. ૫૦ કરોડ ભારતીયોને આવરી લેતો આયુષ્માન ભારત કાર્યક્રમ ગરીબો અને નવ-મધ્યમ વર્ગને ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્ય સેવા પ્રદાન કરે છે. દુનિયામાં આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત જર્નલમાં સામેલ ધ લાન્સેટે આયુષ્માન ભારત કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, આ યોજનાથી ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને લઈને પ્રવર્તમાન સમસ્યાનું સમાધાન કરવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. આ જર્નલે એવું પણ નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં પ્રયાસોથી સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમાકવચને પ્રાથમિકતા મળી છે. નાણાકીય સમાવેશકતા ગરીબો માટે આશીર્વાદરુપ હોવાનું સમજીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજના શરુ કરી હતી, જેનો ઉદ્દેશ દરેક ભારતીયો માટે બેંકમાં ખાતાં ખોલવાનો હતો. અત્યાર સુધી ૩૫ કરોડ જન ધન ખાતાઓ ખુલ્યાં છે. આ ખાતાઓ બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેંકિગ સુવિધાઓની સાથે અન્ય અધિકારો પણ આપ્યા છે. જન ધનથી એક પગલું આગળ વધીને મોદીએ જન સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ અંતર્ગત સમાજનાં સૌથી વધુ વંચિત વર્ગને વીમા અને પેન્શનનું કવચ આપવામાં આવ્યું છે. આઝાદી પછી ૭૦ વર્ષનો સમય પસાર થવા છતાં ૧૮,૦૦૦ ગામડાઓ વીજળીની સુવિધાથી વંચિત હતા, જેમને હવે વીજળીનો પુરવઠો મળ્યો છે. મોદીનું માનવું છે કે, કોઈ ભારતીય બેઘર ન રહેવો જોઈએ અને એમનું આ સ્વપન સાકાર કરવા વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે ૧.૨૫ કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું હતું. પ્રધાનમંત્રીનું વર્ષ ૨૦૨૨ માટે તમામ માટે મકાનનું સ્વપન ઝડપથી સાકાર થઇ રહ્યું. પ્રધાનમંત્રી મોદીનાં બીજા કાર્યકાળમાં મંત્રીમંડળની પ્રથમ બેઠક દરમિયાન તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો. મહાત્મા ગાંધીનાં જન્મદિવસે બીજી ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાન’ શરુ કર્યું હતું, જે દેશભરમાં સ્વચ્છતા લાવવા માટે સામૂહિક જન આંદોલન બની ગયું છે. અત્યારે સફાઈનો વ્યાપ વર્ષ ૨૦૧૪માં ૩૮ ટકાથી વધીને ૯૯ ટકા થયો છે. ગંગા નદીને સ્વચ્છ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલા હાથ ધરવામાં આવ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી છે અને એવો મત વ્યક્ત કર્યો છે કે, આ યોજનાથી દર વર્ષે ત્રણ લાખ લોકોનું જીવન બચશે.

પ્રધાનમંત્રી મોદીએ ભારતને આંતરરાષ્ટ્રીય ઉત્પાદન પાવરહાઉસ બનવા માટે મેક ઇન ઇન્ડિયા’ પહેલ શરુ કરી હતી. આ પ્રયાસનાં પરિવર્તનકારક પરિણામો મળ્યાં છે. ભારત સરકારે વર્ષ ૨૦૧૭નાં સંસદનાં ઐતિહાસિક સત્ર દરમિયાન જીએસટીની શરુઆત કરી હતી, જેનાથી એક રાષ્ટ્ર, એક કર’નું સ્વપન સાકાર થયું. મોદીનાં કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન ભારતનાં સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આપવામાં આવ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવે છે, જે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમાનું નિર્માણ વિશેષ જન આંદોલન દ્વારા થયું હતું, આ પ્રતિમાનાં નિર્માણ માટે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખેડૂતો પાસેથી ઓજારો અને માટી મેળવવામાં આવી હતી, જે એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં જુસ્સાને વ્યક્ત કરે છે. પર્યાવરણનાં સંરક્ષણ માટે પ્રયાસો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રીને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વહીવટી સુધારા દ્વારા મોદીએ હંમેશા નાગરિકોને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તેમણે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા સંધ્યા અદાલતની શરુઆત કરવાનો નવો અભિગમ વિકસાવ્યો હતો. કેન્દ્ર સરકારમાં પણ તેમણે પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન)ની શરુઆત દેશની વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા વિલંબિત પ્રોજેક્ટનાં ઝડપી અમલીકરણ માટે કરી હતી. નરેન્દ્ર મોદીની વિદેશી નીતિની પહેલોએ ખરા અર્થમાં ભારતની ક્ષમતાને વ્યક્ત કરી છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે અસરકારક ભૂમિકા ભજવી છે. તેમણે પોતાનાં કાર્યકાળની શરુઆત સાર્ક દેશોનાં તમામ વડાઓની હાજરીમાં કરી હતી અને બીજા કાર્યકાળની શરુઆતમાં બિમ્સ્ટેકનાં નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેમનાં સંબોધનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. મોદી ૧૭ વર્ષનાં ગાળા પછી નેપાળની, ૨૮ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની, ૩૧ વર્ષ પછી ફિજીની અને ૩૪ વર્ષ પછી યુએઈ અને સેશેલ્સની દ્વિપક્ષીય મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યાં હતા. મોદી સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, સાર્ક અને જી-૨૦નાં શિખર સંમેલનોમાં પણ સામેલ થયા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિવિધ આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ભારતનાં હસ્તક્ષેપો અને અભિપ્રાયોની વ્યાપક પ્રશંસા થઈ હતી. આખુ વિશ્વ કોરોના રુપી અજગરમાં ભરડામાં ફસાયુ છે ત્યારે દેશમાં પણ લોકડાઉન, જનતા કર્ફ્યૂ જેવા પગલાઓ ભરવામાં આવ્યા હતા. મોદી સરકાર ભારતવાસીઓને કોરોના વાયરસથી બચાવવા માટે પ્રયત્યશીલ છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે માનવ જાતિ પર સંકટ છે, પડકારથી ભરેલું આ વાતાવરણ દેશની સેવા માટે આપણા સંસ્કાર, સમર્પણ અને પ્રતિબદ્ધતાને લઈને વધુ સશક્ત હોવાનો માર્ગ નક્કી કરે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here