૧૬મી જાન્યુથી રાજ્યના ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલન

0
29
Share
Share

અમદાવાદ,તા.૧૩

એક તરફ ૧૬મી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વીજ કર્મીઓએ ૧૬મીથી હડતાળનું એલાન કર્યુ છે. પગાર વધારા સહિતની માંગોને લઇ આંદોલન કરશે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલન કરવાના છે. અત્યાર સુધીમાં ૪૦ હજાર વીજ કર્મીઓએ સીએલ મુકી છે. ૧૬ જાન્યુઆરીના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરશે. અને ૨૧ જાન્યુઆરીના માસ સીએલ પર કર્મચારીઓ ઉતરશે. ૧.૨૦ હજાર અમદાવાદને ફાળવવામાં આવ્યા છે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે.

૯૬ હજાર ડોઝ ગાંધીનગર સિવિલ ખાતે રાખવામાં આવશે. જેમાંથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૬મી જાન્યુઆરીએ રસીકરણ કરવામાં આવશે. ૬૦ હજાર ડોઝ ભાવનગર મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી ભાવનગર શહેર, જિલ્લો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ જથ્થામાંથી કોરોના વેક્સિન આપવામાં આવશે. બીજો જથ્થો પૂનાથી બાય રોડ આવશે. આવતીકાલે બાય રોડ રાજ્યમાં વેક્સિને આવશે.

જેમાં ૯૩૫૦૦ વેક્સિન સુરત પહોંચશે. વડોદરા ખાતે ૯૪૫૦૦ કોલ્ડચેન દ્વારા વડોદરા પહોંચશે અને રાજકોટ ખાતે ૭૭૦૦૦ ડોઝ પહોંચતા કરવામાં આવશે. ૪.૩૩ લાખ સરકારી તબિબિ સ્ટાફને આપવામાં આવશે. ૨૮૭ સેન્ટર પર રસીકરણની શરૂઆત કરવામાં આવશે. ઁસ્ મોદી ૧૬મી જાન્યુઆરીએ અમદાવાદ, સિવિલ રાજકોટ સિવિલના સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here