નવસારી,તા.૩૦
વિજલપોર અને નવસારી નગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં ટિકિટમાં વાંચ્છુંકો પોતાને ટિકિટ મળે તે માટે લોબિંગ શરૂ કર્યું છે. જેને લઇને જાતિગત સમીકરણ સપાટી આવ્યા છે. વિજલપોર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૮માં રબારી સમાજની વસ્તી ૪૦૦૦ જેટલી છે. જેમાં ૨૨૦૦ મતદારો નોંધાયેલા છે, જેને લઇને પોતાના સમાજને આ વોર્ડમાં પ્રતિનિધિત્વ મળે તેવી ઉગ્ર માગ રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે.
રબારી સમાજ માંથી ૧૫૦૦ લોકોએ રજૂઆત કરીનવસારીના કાલીયાવાડી ખાતે આવેલી કમલમ કચેરીમાં ૧૫૦૦ જેટલી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો આવીને જિલ્લા પ્રમુખ ભુરાલાલ સામે ઉગ્ર બની રજૂઆત કરી હતી. સમગ્ર શહેરની વાત કરવામાં આવે તો રબારી સમાજની સંખ્યા ૧૦ હજાર જેટલી છે જેને લઇને શહેરના તમામ આગેવાનોએ વોર્ડ નંબર ૮માં પોતાના સમાજના ત્રણ ઉમેદવારોમાંથી કોઈ એકને ટિકિટ મળે તેને લઈને જોર લગાવ્યું છે.
જિલ્લા પ્રમુખનું આશ્વાસનઉગ્ર બની રજૂઆત કરવા આવેલા રબારી સમાજના આગેવાનોને ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહએ આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં રબારી સમાજમાંથી ટિકિટની ફાળવણી થશે જેને લઇને શાંત થયેલા આગેવાનોએ નરમ વલણ અપનાવ્યું હતું.