૧૪ ઓક્ટોબરે સુશાંતસિંહ રાજપૂતના ચાહકો પીએમ મોદી સામે રાખશે મન કી બાત

0
21
Share
Share

મુંબઇ,તા.૧૩

સુશાંતસિંહ રાજપૂતના મોતને હાલ કેટલા મહિના થઈ ચૂક્યા  છે. તે કેસમાં એમ્સના રિપોર્ટે સમગ્ર કેસની પલટાવીને રાખી દીધો જ્યારે તેણે હત્યાના એંગલની ના પાડી દીધી. AIIMSના રિપોર્ટ પછી સુશાંતના પરિવારજનો અને ચાહકોએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. હવે અભિનેતાને ન્યાય અપાવવા માટે સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ચાહકોની સાથે મળીને મનકી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.

શ્વેતાસિંહે ટિ્‌વટ કર્યું હતું કે, ન્યાય અને સત્ય માટે#MannKiBaat4SSR પોતાનો અવાજ ઉઠાવવાની આ એક સારી તક છે. આપણે તેના દ્વારા એક સાથે રહીને બતાવી શકીશું કે હજુ પણ જનતા ન્યાયની રાહ જોઈ રહી છે. હું મારા આ પરિવારનો આભાર પણ વ્યક્ત કરવા માંગુ છું કે હંમેશા સાથે ઉભા રહ્યા.

મનકી બાત દ્વારા લોકો સુશાંતને ન્યાય અપાવવા માટે પોતાની વાત પીએમ મોદી સુધી રેકોર્ડ કરીને અથવા તો મેસેજ દ્વારા મનકી બાત ઓનલાઈન પોર્ટલમાં મોકલશે. ફેસબુક, ટિ્‌વટર અને ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં કરવામાં આવેલા મેસેજમાં પીએમઓ અને પીએમના અન્ય અધિકારીક એકાઉન્ટ હેન્ડલને ટેગ કરવાનું છે. ચાહકો ૧૪ ઓક્ટોબરે સવારે ૮ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી પોતાની વાત પીએમ મોદી સુધી પહોંચાડી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here