૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી

0
19
Share
Share

અમદાવાદ,તા.૨૦

ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત કરવા માટે કરાયેલી અરજી નકારી દીધી છે. સગીરાને ૨૬ સપ્તાહોનો ગર્ભ હોય એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સના રિપોર્ટના આધારે મંજૂરી ના આપવામાં આવી. ૧૩ વર્ષની દૂષ્કર્મ પીડિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાત કરવા અરજી કરવામાં આવી હતી. જો કે હોસ્પિટલના ડોક્ટર્સના રિપોર્ટના આધારે હાઇકોર્ટ દ્વારા સગીરાની અરજી નકારી દેવામાં આવી છે.  ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી

ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારને તેના પરિવારનો ભોજપ અને આરોગ્યલક્ષી ખર્ચ માટે ૧,૦૦,૦૦૦ લાખ રુપિયા આપવા નિર્દેશ કર્યો છે. યુવતીના પરિવારે આ અંગે મંજૂરી માંગી હતી. જસ્ટિસ બી એન કરિયાએ ડોકટરોની ટીમના રિપોર્ટના આધાર પર ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો. ડોકટરોની ટીમે પોતાની ટીમના રિપોર્ટમાં કહ્યું હતું કે ગર્ભ ૨૬ સપ્તાહ અને ૪ દિવસનો છે અને જો ગર્ભની સારી રીતે દેખભાળ કરવામાં આવે તો તેના ઠીક રહેવાની શક્યતા છે.

કોર્ટે સોમવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું કે ગર્ભના ચિકિત્સકીય સમાપન સંશોધન કાયદો, ૨૦૨૦ હેઠળ મહિલાઓને ૨૪ સપ્તાહ સુધીમાં જ ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય છે. એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ૨૬ સપ્તાહનો ગર્ભ હોવાથી જીવન સંચારની શક્યતા છે. જેને લઇને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગેન્સી કાયદાને ધ્યાનમાં લેવામાં આવ્યો. જેને લઇને દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here