૧૩ વર્ષની છોકરીને ગોંધી રાખી ૮ દિવસ ગેંગરેપ કર્યો

0
23
Share
Share

ઘર બહાર નીકળેલી છોકરીને જબરજસ્તી કારમાં ઉઠાવી લઈ ગયેલા ત્રણ શખ્સોએ આઠ દિવસ સુધી ગોંધી રાખી

આગરા,તા.૧

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી ૧૫ જાન્યુઆરીએ કિડનેપ કરાયેલી ૧૩ વર્ષની છોકરીએ દાવો કર્યો છે કે અપહરણકારી આરોપીએ તેને દિલ્હીમાં ગોંધી રાખી હતી અને અહીં સતત ૮ દિવસ સુધી તેની સાથે ગેંગ રેપ કરવામાં આવ્યો. પોતાની એકની એક દીકરીને મા-બાપે અનેક પ્રયાસો બાદ રેસ્ક્યુ કરાવી હતી. ગુરુવારે આ છોકરી પોતાના માતા-પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે ઈટાહ જિલ્લાના આકાશ તથા મૈનપુરીના હરિઓમ અને ગુડ્ડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છોકરીના પરિવારનો આરોપ છે કે પોલીસે તે જ દિવસે એફઆઈઆર નોંધી હતી, પરંતુ તેમણે આરોપીઓ વિરુદ્ધના માત્ર સેક્શન ૩૬૩ અને ૩૬૬ હેઠળ અપહરણનો જ કેસ નોંધ્યો હતો. પીડિતાના કાકા કહે છે, અમે શરૂઆતમાં છોકરીના ગુમ થવાની જાણ પોલીસને નહોતી કરી અને જાતે જ તેને શોધી રહ્યા હતા. દિલ્હીમાંથી તેને રેસ્ક્યુ કરાયા બાદ જાણવા મળ્યું કે તેની સાથે ૩ વ્યક્તિઓ દ્વારા ૮ દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આથી અમે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. ઔંચા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રિષી કુમારે કહ્યું કે, એફઆઈઆર દુષ્કર્મના સેક્શનનો ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી. હાલમાં પીડિતાને સોમવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા પહેલા તેણે આપેલા નિવેદનને સેક્શન ૧૬૪ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ નોંધવામાં આવ્યું છે. હોસ્પિટલમાં એડમિટ પીડિતાએ જણાવ્યું હતું કે, હું વહેલી સવારે બહાર નીકળી હતી આ દરમિયાન ૩ પુરુષો મને બળજબરીથી ખેંચીને વાહનમાં લઈ ગયા. તેઓ આઠ દિવસ સુધી મારા પર દુષ્કર્મ આચરતા રહ્યા. અને હું આ વાત કોઈને કહીશ તો તેમણે મને ખરાબ પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here