૧૨મીએ મોદી કેવડિયાના રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે

0
19
Share
Share

સરદારધામના કાર્યક્રમમાં હાજરી આપશે, અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો તખ્તો તૈયાર

ગાંધીનગર, તા. ૨૮

ગુજરાતના માનીતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  નવા વર્ષે ફરીથી ગુજરાતમાં આવશે. જેના માટે ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. વડાપ્રધાન મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના અનેક પ્રોજેક્ટોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ માટે ગુજરાતની મુલાકાતે આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત આવશે. ૧૨ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે તેવી માહિતી સામે આવી રહી છે. અને ગુજરાતમાં આવી સૌ પ્રથમ પીએમ મોદી સરદારધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બાદમાં તેઓ કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાં જ પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટલ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

૧૨ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી સરદાર ધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.

બીજી તરફ રાજકોટમાં રૂ.૧૧૮ કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. જેનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે. આ લાઇટહાઉસ દેશના ૬માંથી ગુજરાતનું એક રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહિં ઈડબલ્યુએસ ૨ પ્રકારના ૧૧૪૪ આવસો બનાવવામાં આવશે. જેના માટે ૬ જુદી-જુદી ટેકનોલોજી દ્વારા આ આવાસ બનાવવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here