૧૧ કિલો હેરોઇનની હેરફેરમાં સીમા સુરક્ષા દળના જવાનની ધરપકડ

0
21
Share
Share

ચંડીગઢ,તા.૧૯

બુધવારે પકડાયેલા દાણચોરીના ૧૧ કિલો હેરોઇનની હેરફેર સંબંધમાં પંજાબ પોલીસે સીમા સુરક્ષા દલના એક જવાન સહિત અત્યાર સુધીમાં કુલ આઠ જણની ધરપકડ કરી હતી. અગાઉ આ ટોળી દ્વારા હેરફેર થઇ રહેલા ગેરકાયદે હથિયારો પણ ઝડપાયાં હતાં. ૧૧ કિલો હેરોઇન પાકિસ્તાનથી આવ્યું હતું. પંજાબના યુવાનોમાં છેલ્લાં થોડાં વરસથી ડ્રગનું અનિષ્ટ ખૂબ વધી ગયું હતું. ભારતીય લશ્કરના પ્રવક્તાએ પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે અગાઉ સૌથી મોટી સંખ્યામાં પંજાબી યુવાનો લશ્કરમાં જોડાતા. હવે ડ્રગના સેવનના કારણે પંજાબી યુવાનો લશ્કરમાં ભરતી થવાની પરીક્ષામાં નિષ્ફળ જઇ રહ્યા હતા.

આ એક ચિંતાજનક પરિસ્થિતિ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૧ કિલો હેરોનની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. પાકિસ્તાનથી ડૉન દાઉદ ઇબ્રાહિમની ટોળી ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ડ્રગ મોકલે છે અને યુવા પેઢીને બરબાદ કરે છે. જલંધર રુરલ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સહિયારા ઓપરેશનમાં રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાન બરીન્દર સિંઘને પકડ્યો હતો. એની પાસેથી પરવાના વિનાની એક વિદેશી પોઇન્ટ થર્ટી પિસ્તોલ,  એક બુલેટ મોટર સાઇકલ અને ૭૪૫ ગ્રામ હેરોઇન પણ પોલીસે કબજે કર્યું હતું.

એણે આપેલી માહિતીના આધારે પોલીસે બીજા બે ડ્રગ કેરિયર બલકાર સિંઘ બલ્લી અને જગમોહન સિંઘ જગ્ગુની પણ ધરપકડ કરી હતી. ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ દિનકર ગુપ્તાએ મિડિયાને કહ્યું કે આ લોકો ભારત-પાકિસ્તાન સરહદ પરથી ડ્રગની ખેપ લાવતા હતા અને એ દેશના અન્ય વિસ્તારોમાં મોકલતા હતા. પોલીસે બુધવારે ચાર ડ્રગ કેરિયરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૧ કિલો હેરોઇન અને ૧૧ લાખ ૨૫ હજાર ડ્રગ ટેબ્લેટ્‌સ મળી હતી. ઉપરાંત એક આઇ ૨૦ કાર પણ પોલીસે જપ્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here