૧૦ હજારની ઉંચાઈએ ઉડી રહેલું બોઈંગ ૭૩૭ પ્લેન ક્રેશ

0
16
Share
Share

જકાર્તા, તા.૯

ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. તેમાં ૬૨ લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો. સમુદ્રમાં કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોના ટુકડા નજરે પડ્યા છે. જો કે, તે ગુમ થયેલ વિમાનના છે કે નહીં તે અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સર્ચ ઓપરેશન દરમિયાન સમુદ્રમાંથી શંકા ઉપજાવે તેવો કાટમાળ મળ્યો હતો. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાની ગણતરીની મીનિટો બાદ જ એક પેસેન્જર વિમાન ગાયબ થતા હડકંપ મચી ગયો હતો. શ્રીવિજયા એર નામની એરલાઈન્સનું વિમાન એજે ૧૮૨ બોઈંગ ૭૩૭-૫૦૦ વિમાન હોવાનું કહેવાય છે. આ વિમાનમાં ૬૨ મુસાફરો સવાર હતા. વિમાનનો રજીસ્ટ્રેશન નંબર પીકે-સીએલસી (એમએસએન ૨૭૩૨૩) છે. ફ્લાઈટ રેડાર ૨૪ અનુંસાર આ વિમાને આજે શનિવારે સાંજે ૪ વાગ્યે ઈન્ડોનેશિયાના જકાર્તાના સોનાર્નો-હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

માનવામાં આવે છે કે, ઉડાન ભર્યાના ૪ જ મીનીટ બાદ આ વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. રડાર પર વિમાને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક જ મીનીટમાં ગુમાવી દીધી હોવાનું ટ્રેક કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જ કંઈક અઘટીત ઘટ્યાના આશંકા સેવાવા લાગી હતી. જો આટલી ઝડપે કોઈ પણ વિમાન નીચે આવે તો તેના ક્રેશ થવાની શક્યતા અનેકઘણી વધી જાય છે. જ્યારે બીજી બાજુ ઈન્ડૉનેશિયનઈ સરકારે તુરંત બચાવ અને રાહત કાર્યની ટીમોને સક્રિય બનાવી દીધી છે. જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે, તે પણ બોઈંગ ૭૩૭ મેક્સ શ્રેણીનું જ હોવાનું કહેવાય છે. તેમાં લગભગ ૧૩૦ મુસાફરો બેસવાની વ્યવસ્થા હોય છે. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલ ઉભા થતા આવ્યા છે. એવા પણ અહેવાલ સામે આવ્યા હતાં કે અનેક ફરિયાદો બાદ બોઈંગ કંપની આ વિમાનોનું ઉત્પાદન જ બંધ કરવાનો વિચાર કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here