૧૦ સરકારી બેંકો સાથે ટેક્સટાઇલ કંપનીએ ૧,૫૩૦ કરોડની છેતરપિંડી કરી

0
28
Share
Share

નવીદિલ્હી તા.૧૮

કેન્દ્રીય તપાસ બ્યુરોએ રૂ. ૧,૫૩૦ કરોડની છેતરપીંડીના મામલે એફઆઈઆર નોંધી છે. લુધિયાણાની એસઈએલ ટેક્સટાઇલ લિમિટેડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોના જૂથમાંથી ૧,૫૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે કેસ નોંધ્યો છે. જેમાંથી એકનું નામ પનામા પેપર્સના ખુલાસામાં છે. કંપનીના ડિરેક્ટર – રામ શરણ સલુજા, નીરજ સલુજા અને ધીરજ સલુજા નામ આપવામાં આવ્યા છે. કેટલાક અજાણ્યા લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધ્યા પછી સીબીઆઈએ લુધિયાણામાં આરોપી ડિરેક્ટરની કચેરીઓ અને રહેઠાણોની તલાશી લીધી હતી.સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદમાં લોન નાણાંનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો અને આ જૂથમાં જાહેર ક્ષેત્રની ૧૦ બેંકોએ રૂ. ૧,૫૩૦ કરોડ આપ્યા હતા. ગયા વર્ષે સીબીઆઈએ એસઇએલટીની પેરેન્ટ કંપની એસઈએલ મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન લિમિટેડ સામે બેંક ઓફ મહારાષ્ટ્રને ૧૧૩ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો. કંપની ભંડોળની હેરાફેરી માટે ‘સંબંધિત કંપનીઓ’ નો ઉપયોગ કરતી હતી. તેની ફરિયાદમાં, આ બેંકે એવી કંપનીઓની સૂચિ આપી કે જેઓ સેલ્ટમાં મોટા વ્યવસાયિક વિનિમય ધરાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here