જૂનાગઢ, તા. ૧૧
જૂનાગઢના રાધાનગરમાં રહેતા વેપારીનું અપહરણ કરી ૧૦ લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં ચોથા આરોપીને પણ પોલીસે ઝડપી લઇ કોટર્માં રજૂ કરતા કોટર્ે તેને જેલના હવાલે કર્યો છે.
જુનાગઢના વેપારી નિમેશ હરિષભાઇ ખાનવાણીનું તાજેતરમાં કેટલાક શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના માણસોની ઓળખ આપી અપહરણ કર્યું હતું. તે મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી વેપારીને છોડાવી લીધો હતો અને ૩ આરોપીને ઝડપી લીધા હતા.
દરમિયાન ગાંધીગ્રામ ખાતે રહેતા ચોથા આરોપી શુભમ ઉર્ફે ડોકટર અજય તાવડેને પણ ઝડપી લીધો છે.આરોપીને કોટર્માં રજૂ કરતા કોટર્ે તેને જેલ હવાલે કર્યો છે. જ્યારે આ ગુનાના મુખ્ય સુત્રધાર નાજા દાસાભાઇ કરોતરાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જુનાગઢ તા. ૧૧ માંગરોળ વેરાવળ રોડ ઉપર એક કારચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા મહિલા અને તેની દીકરીને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું.
માંગરોળ વેરાવળ રોડ ઉપર ફકીરા હોટલ સામે રોડ પરથી ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં માંગરોળના જગદીશભાઇ જેન્તીભાઇ ઉગરેજીયાના બહેન રેખાબેન તથા ભાણેજ રીનાબેન રસ્તો ક્રોસ કરતા હતા એ દરમિયાન ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ બીબી ૦૪૦૫ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી રેખાબેન અને તેની દીકરીને હડફેટે લેતા રેખાબેનનું મોત નિપજ્યું હતું તથા દીકરીને ઇજા પહોંચી હતી.