હ્યુમન કમ્પ્યૂટર શકુંતલા દેવી

0
50
Share
Share

જન્મજાત દૈવીશક્તિ સાથે જન્મેલાં શકુંતલા દેવી અંગેની વાતો ઘણાએ સાંભળી હશે. તેમનું બાળપણ સામાન્ય હતું. અતિરેકી સ્વભાવને લીધે થોડો ગુસ્સો પણ સહેવો પડેલો, પરંતુ ગણિત ક્ષેત્રે જ્યારે તેમનું અદ્ભુત કૌશલ્ય કોઈ જાદુગરની જેમ ચમકવા લાગ્યું ત્યારે દેશ-પરદેશમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ. ગણિતના આંકડા, ગમે તેટલા લાંબા કે મોટા કેમ ના હોય, તેના ગુણાકાર, ભાગાકાર, પાઈ તે તેમના રૂટ શોધવા વગેરે અંગેના જવાબો તેઓ સેકન્ડમાં આપી દેતાં. ઉદાહરણાર્થે ૧૩ આંકડાવાળી બે રકમોનો ગુણાકાર તેમણે ૨૮ સેકન્ડમાં ગણી કાઢેલો. તેમનો જવાબ અમેરિકન કોમ્પ્યૂટરની સરખામણીમાં વહેલો મળેલો. એટલી તેજ ગતિથી ગણિતના પ્રશ્નોના જવાબ મળતા કે લોકો મોંમાં આંગળા નાખી દેતા.તેમને તેમનું ગણિત કૌશલ્ય દાખવવા દેશ-વિદેશમાંથી આમંત્રણો મળતા. એટલું જ નહીં પણ તેમના નામે ૧૯૮૨નો જીનિસિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયેલો છે. ‘મેથેમેટિકલવ પ્રોડિજી’ (ગણિત ક્ષેત્રે અદ્ભુત કૌશલ્ય ધરાવનાર) તરીકે યુરોપના પ્રવાસે જઈ આવ્યા પછી તેઓ બેંગલુરુમાં સ્થાયી થયાં હતાં. ત્યાર બાદ જીવનના અનેક પહેલુઓમાં તેમણે સિદ્ધિ હાંસલ કરી હતી તે અંગે બહુ ઓછા જાણે છે.શકુંતલાદેવી કલામંદિરના હોંશીલા કલાકારોના નાટય ગ્રૂપના સભ્ય બન્યાં હતાં અને અનેક નાટકોમાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક વાર વાંચેલા સંવાદો તેમને એવા તો યાદ રહી જતા કે ફરી ફરી વાંચવાની જરૂર પડતી નહીં. સામાન્ય કલાકારો છેલ્લી ઘડી સુધી સંવાદો વાંચીને યાદ કરતા હોય છે એ વાત જગજાહેર છે. સ્મરણશક્તિની આ દેન નાનીસૂની નહોતી. તેઓ બાંસુરીવાદનમાં પણ પારંગત હતા. તે વિદ્યા કોઈ ગુરુ પાસે જઈ શીખ્યા નહોતાં પણ તેમના ભાઈ શ્રીનિવાસ રાવ જે પ્રખ્યાત બાંસુરીવાદક છે તેમનું સાંભળીને જાતે જ શીખ્યાં હતાં.‘માઈન્ડ ડાઈનેમિક્સ’માં તેઓ પ્રવીણ હતાં. તેમની વિદ્યાનો ઉપયોગ સમાજને થાય અને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે દિલ્હીની કનિષ્ક હોટેલમાં તેઓ ર્વકશોપ ચલાવતાં. તેમાં ભાગ લેનાર બાળકોનો આત્મવિશ્વાસ વધતો અને વ્યક્તિત્વ ખીલી ઊઠતું. પૈસા કરતાંયે સમાજસેવા એ તેમનું ધ્યેય હતું.

એક હીરાની જેમ ચમકતું તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. ક્યાં અદ્ભુત ગણિતશાસ્ત્ર અને ક્યાં બાંસુરીવાદન! ક્યાં નાટકની નાયિકા અને ક્યાં બાળકોને પ્રેરણા આપતાં ‘માઈન્ડ ડાયનેમિક્સ’ખરેખર તેમનો જન્મ સાર્થક થયો.૧૮  જૂન ૧૯૮૦ના રોજ ઈમ્પિરિયલ  કોલેજ લંડનના કોમ્પ્યુટર વિભાગે બે ૧૩- અંકી રકમનો ગુણાકાર કરવા એક ભારતીય નારીને પડકાર આપ્યો.બંને રકમ  ૭,૬૮૬,૩૬૯,૭૭૪,૮૭૦  અને ૨,૪૬૫,૦૯૯,૭૪૫,૭૭૯ નો ગુણાકાર જવાબ ૧૮,૯૪૭,૬૬૮,૧૭૭,૯૯૫,૪૨૬,૪૬૨,૭૭૩,૭૩૦ પેપર પેન કે કેલ્ક્યુલેટર વાપર્યા વગર ફક્ત  ૨૮  સેકંડમાં કરીને તે ભારતીય મહિલાએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોડ્‌ર્સ માં પોતાનું નામ નોંધાવ્યું.આ મહિલાનું નામ છે શકુંતલા દેવીની આ ઘટનાની નોંધ લેતા સ્ટીવન સ્મીથ નામના લેખકે લખ્યું ખરેખર આવું બનવું અશક્ય જ લાગે પણ છતાં શક્ય બન્યું અને આ જ કારણે શકુંતલા દેવીને માનવ કેલ્ક્યુલેટરનું બિરુદ મળેલું પણ આ પાછળનો ઈતિહાસ જાણીએ.બ્રિટીશ ભારત વખતે મૈસુર રાજ્યમાં બેંગ્લોરમાં એક જૂનવાણી કન્નડ બ્રાહ્મણ પરિવારમાં  ૪  નવેમ્બર ૧૯૨૯ ના રોજ શકુંતલા દેવીનો જન્મ થયો.બ્રાહ્મણ પરિવાર હોવાથી પૂર્વજો ગોરપદું કરતા પણ શકુંતલાના પિતાએ મંદિરના પૂજારી બનવાની ના પાડી અને એક સરકસમાં વાઘ સિંહની સાથે કરતબ કરનાર એક જાદૂગર અને લટકતા દોરડા પર ઊભા રહીને લોકોનું મનોરંજન કરવાનું પસંદ કર્યુ.પોતે જાદૂગર હતો એટલે ગંજીપત્તાની યુક્તિઓ કરતો.એક વખત પોતાના ઘરે આવી કોઈ પત્તાની યુક્તિ કરતી વખતે ખબર પડી કે ૩  વર્ષની દીકરી શકુંતલાને આંકડાઓ,રકમો અને સંખ્યાઓ તરત જ યાદ રહી જાય છે.શિક્ષણ વગર પણ શકુંતલા મોટી ગણતરીઓ ચપટી વગાડતા કરી નાખતી.આ વાતનો ફાયદો લેવા તેમના પિતાશ્રી શકુંતલાને રોડ શોમાં ભાગ લેવડાવતા.લોકો સામે ટચૂકડી શકુંતલા પોતાની આ ક્ષમતા દર્શાવતી અને પિતાને વકરો થતો.ફક્ત છ વર્ષની હતી ત્યારે શકુંતલાએ મૈસુર યુનિવર્સિટીમાં પોતાની અંકગણિતની ક્ષમતા દર્શાવી.સન  ૧૯૪૪ માં પિતા સાથે લંડન સ્થળાંતરિત થઈ ગઈ ત્યાંથી ૧૯૫૦ માં યુરોપ ટૂર  ૧૯૭૬માં ન્યુયોર્ક ટૂર અને ૧૯૮૮ માં કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલીમાં તેની આ કરામતને સમજવા આર્થર જેન્સન નામના પ્રોફેસરે તેને બોલાવી. ૧૯૯૦ માં છપાયેલી પોતાની  જર્નલમાં નોંધ્યું કે  ૬૧૬૨૯૮૭૫  ઘનમૂળ અને ૧૭૦૮૫૯૩૭૫ નું સપ્તમૂળ  (૧૫)  શકુંતલાએ જેટલી વારમાં ગણી આપ્યું તેટલી વારમાં તે આ બે સંખ્યાઓ પોતાની નોટબુકમાં નહોતો લખી શક્યો.૧૯૭૭માં સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીમાં એક ૨૦૧ અંકીય સંખ્યાનું ૨૩ મું મૂળ શકુંતલા દેવીએ ફક્ત ૫૦  સેકંડમાં કહી દીધેલું. તેમણે આપેલા જવાબનો તાળો મેળવવા તે વખતેના કોમ્પ્યુટરમાં એક વિશેષ પ્રોગ્રામ લખવો પડેલો.એક ઈન્ટરવ્યુમાં શકુંતલા દેવીને એક પ્રશ્ન પૂછાયેલો જેનો જવાબ પૂછનારના જવાબ કરતા અલગ હતો.પછી ખબર પડી કે પૂછનારની ગણતરી ખોટી હતી અને શકુંતલા દેવીનો જવાબ સાચો હતો.૧૯૬૫માં શકુંતલા દેવી કલકત્તાના એક ઓફિસર પારિતોષ બેનર્જી સાથે લગ્નગ્રંથિમાં જોડાયા. ૧૪  વર્ષના લગ્નજીવન પછી  ૧૯૭૯ માં બંનેએ છૂટાછેડા લીધા તે દરમિયાન તેમને એક પુત્રી પણ થઈ જેનું નામ અનુપમા બેનર્જી છે.છૂટાછેડા લીધા પછી તરત જ તે લંડનથી બેંગ્લોર આવી  ગયા. ભારતમાં  હોમોસેક્સ્યુઆલિટી વિશેની પહેલ વહેલું રીસર્ચ અને પુસ્તકમાં  લખ્યું.તેમણે સમલૈંગિકતા અંગે લોકોના મત અને વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો.એક ડોક્યુમેન્ટ્રીમાં શકુંતલા દેવીએ જાહેર કર્યું કે સમલૈંગિક લોકો વિશે જાણવાની ઈચ્છા ત્યારે ધરાવી જ્યારે તેણીને ખબર પડી કે તેનો પતિ પારિતોષ સમલૈંગિક છે.સન ૧૯૮૦ માં શકુંતલા દેવીએ ભારતીય રાજકારણમાં જંપલાવ્યું.એક અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં બે સીટોથી ચૂંટણી લડી એક મુંબઈ સાઉથ અને બીજી આંધ્રપ્રદેશ રાજ્યમાંથી  મેડકમાં તો તેઓ ઈંદિરા ગાંધીની વિરુદ્ધ ઉભાં હતાં.આ સિવાય શકુંતલા દેવી જ્યોતિષવિદ્યાના પણ જાણકાર  હતા  અને રસોઈકળામાં પણ નિપૂણ હતા.તેમના પુસ્તકો યુવાનોમાં ઘણાં જ પ્રચલિત છે. એપ્રિલમાં શ્વાસની તકલીફને કારણે તેમને બેંગ્લોરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ૨૩ એપ્રિલ  ૨૦૧૩ ના રોજ ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.તેમના અવસાન પછી શકુંતલા દેવી એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવું વિધાન આવેલું કે શકુંતલાની ગણતરીની રીતો અને ગણિતને સરળ બનાવવાની યુક્તિઓ આજે મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો વાપરતી નથી શકુંતલા તો ગણિતના વિષયથી વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માંગતા હતા શકુંતલા દેવીના ૮૪માં જન્મદિવસે ગૂગલે ડૂડલથી તેમને શ્રધ્ધાંજલી આપી.મે ૨૦૧૯ માં વિદ્યા બાલનને લઈને શકુંતલા દેવીના જીવન પર એક ફિલ્મ બનાવવાની જાહેરાત થયેલી આ ફિલ્મ રિલીઝ થશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here