હોલિવૂડ સીરીઝઃ રિતિક ઓટીટી પ્લેટફોર્મ પર કરશે શાનદાર એન્ટ્રી

0
17
Share
Share

મુંબઈ,તા.૨૮

બોલીવુડ અભિનેતા રિતિક રોશને છેલ્લા ૨૦ વર્ષના કરિયરના સમયગાળામાં કેટલાક શાનદાર અને યાદગાર સીન્સ આપ્યા છે અને દર્શકો પણ એ જાણવા માટે આતુર રહે છે કે, અભિનેતા હવે શું નવુ લઈને આવી રહ્યા છે. ત્યારે હવે રિતિકના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ રિતિક જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. મીડિયા રીપોટ્‌ર્સ પ્રમાણે રિતિક હોલીવુડ ટીવી સીરીઝ દ નાઈટ મેનેજરના હિંદી વર્ઝનમાં નજર આવશે. રિતિક રોશને આ પ્રોજેક્ટ માટે હા પણ પાડી દીધી છે.

રિતિક હવે આ સીરિઝ માટે આગામી વર્ષના માર્ચ મહિનામાં કામ શરૂ કરવાના છે. વાત તો એમ પણ છે કે, તમિલની સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિંદી રીમેકમાં પણ રિતિક રોશન નજર આવશે. જણાવી દઈએ કે, રિતિક રોશને પોતાના ઓન-સ્ક્રીન પ્રદર્શનની સાથે વાસ્તવિક જીવનમાં પણ પોતાની પોઝિટિવિટી અને શાંત સ્વભાવના કારણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here