હોલિવૂડ પ્રોડ્યૂસર સ્ટિવ બિંગે ૨૭મા માળેથી કૂદી આત્મહત્યા કરી

0
13
Share
Share

લોંસ એંજલ્સ,તા.૨૩

એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનું દુખ હજુ સુધી શમયુ નથી. ત્યાં વધુ એક આત્મહત્યાનાં સમાચાર સામે આવ્યાં છે. હોલિવૂડનાં પ્રોડ્યુસર સ્ટિવ બિંગ એ ૨૭માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધુ છે. કહેવાય છે કે તેમને કોરોના થઇ જતાં તેઓ છેલ્લા ઘણાં સમયથી આઇસોલેશનમાં હતાં જેને કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતાં.

હોલિવૂડ પ્રોડ્યુસર સ્ટિવ બિંગ ૫૫ વર્ષનાં હતાં સોમવારે બપોરે એક વાગ્યે તેમણે લોસ એન્જલસ સ્થિત સેન્ચૂરી સિટીમાં આવેલાં તેનાં લક્ઝુરિયસ ફ્લેટનાં ૨૭માં માળેથી છલાંગ લગાવી દીધી હતી. જે બાદ તેનું નિધન થઇ ગયું હતું. સ્ટિવનાં નિધનનાં સમાચારથી હોલિવૂડ દુખી છે.

’ધ પોલર એક્સપ્રેસ’ અને બિયોવુલ્ફ જેવી ફિલ્મોનાં પ્રોડ્યુસર સ્ટિવ રહી ચુક્યાં છે. પોલર એક્સપ્રેસ ફિલ્મમાં તેમણે ૮૦ મિલિયન ડોલરથી વધુનું રોકામ કર્યુ હતું. જે ક્રિસમસનાં એનીમેશનનાં બજેટની ઓલમોસ્ટ અડધી રકમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here